HomeGujaratGSTનો દર 5 ટકા રાખવાની માંગ સાથે કાલે જેતપુર બંધનું એલાન, કારખાનેદારો...

GSTનો દર 5 ટકા રાખવાની માંગ સાથે કાલે જેતપુર બંધનું એલાન, કારખાનેદારો વિરોધ નોંધાવશે

કેન્દ્રસરકાર દ્વારા કાપડ ઉદ્યોગ ઉપર જીએસટીનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવતા ઠેર ઠેર વિરોધના સુર ઉઠ્યાં છે. તેમજ કેન્દ્ર સરકાર જીએસટી દરનો વધારો જાન્યુઆરી માસથી લાગુ કરવા માટે નિર્ણય લઈ રહી છે. ત્યારે આવતીકાલે જેતપુરમાં ટેક્સટાઈલ અને કાપડ ઉદ્યોગમાં જીએસટીમાં ભાવવધારાનો વિરોધ કરવા માટે બંધનું એલાન કર્યું છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

જેતપુરનો સાડી ઉદ્યોગને કાપડથી માંડી રોમટીરીયલ્સના ભાવોમાં થયેલા વધારાના કારણે મોટો ફટકો પડ્યો છે. કોરોના અને લોકડાઉન બાદ માંડ માંડ બેઠા થયેલા કાપડ અને ટેક્સટાઈલ ઉદ્યોગ ઉપર હવે કેન્દ્ર સરકારે જીએસટીનો દર 5 ટકાથી વધારીને 12 ટકાના નિર્ણયે કમ્મર તોડી નાંખી છે. અન્ય રાજ્યોમાં જેતપુરના પ્રિન્ટીંગ કાપડનો ભાવ વધારે મળતો નથી ત્યારે હવે કેન્દ્ર સરકારનો જીએસટીના દર રૂપી કોરડો વેપારીઓને ઉદ્યોગો બંધ કરવા માટે મજબુર કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

જેતપુરમાં ટેક્સટાઈલ એકમોમાં પ્રિન્ટ થતી કોટનની સાડી, ડ્રેસ મટીરીયલનું રો-મટીરીયલ, કાપડ, કલર, કેમિકલ, પેકેજિંગ અને કોલસાનો ભાવ 20 ટકા જેટલો વધી ગયો છે. તેમાં ઉપરથી એક નંગે અંદાજે રૂપિયા 35નો જીએસટીનો દર છે. જેમાં હવે વધારો કરતા આ જીએસટીમાં રૂપિયા 15નો વધારો થઈને 50 રૂપિયા થશે. જેના પગલે સ્થાનિક અને અન્ય રાજ્યોમાં વેચાતી જેતપુરની સાડી રૂપિયા 50 મોંઘી થશે. આ ભાવવધારોનો બોજો ગ્રાહકોનો બોજો વધારશે.

આ તસ્વીર પ્રતિકાત્મક છે.

ભાવવધવાના કારણે સાડીની ડિમાન્ડમાં ઘટાડો થશે. જેના પગલે મોટી સંખ્યામાં વેપારીઓ અને સાડી તેમજ ડ્રેસ બનાવતા એકમોમાં માલની સપ્લાય બંધ થશે અને મોટી ખોટ ખાવી પડશે. આ અંગે જેતપુર ડાઈંગ એન્ડ પ્રીન્ટીંગ એસો. તથા જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ જેતપુર ક્લોથ મર્ચન્ટ અને રેડીમેઈડ ગાર્મેન્ટ એસો. દ્વારા તા. 15ના રોજ બંધ પાડીને કારખાનેદારો સાથે મળીને મામલતદારને આવેદનપત્ર પાઠવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW