અમદાવાદ, મંગળવાર
ગુજરાત રાજ્યની વિવિધ ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરાવતા શિક્ષકોના પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું છતા પણ સરકાર દ્વારા એમને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આમ, રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાના શિક્ષકોની ઉપેક્ષા કરવામાં આવતા હવે આગામી સમયમાં રાજ્યસ્તરનું એક સંમેલન બોલાવવાનું નક્કી થઈ રહ્યું છે. ખાનગી સ્કૂલો ખોટી રીતે શિક્ષકોનો એક પગાર જમા લે છે અને જાહે૨ ૨જાઓમાં પણ કામ કરાવે છે, દિવાળી અને ઉનાળુ વેકેશનનો પગાર મળતો નથી અથવા વધારે પગારની પહોંચ પર સહી લઈને ઓછો પગાર આપે છે, કામના કલાકો પણ નક્કી કરાયા નથી. સહિતના પ્રશ્રો અંગે રાજ્ય સરકારની મદદ માંગવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા એમના તરફ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી એટલે રાજ્ય સ્તરનું સંમેલન બોલાવવાની હિલચાલ શરુ થઇ છે.
જોકે, આ પહેલા શિક્ષકો ફરી એકવાર સરકારને રજૂઆત કરીને ખાનગી સ્કૂલોના શિક્ષકોના પ્રશ્નો અંગે નિરાકરણ લાવવા રજૂઆત કરશે. કોરોનામાં મોટા ભાગની સ્કૂલોએ શિક્ષકોના પગા૨ ૫૨ કાપ મૂક્યો હતો. ઉપરાંત ઘણા શિક્ષકોને સ્કૂલોએ છૂટા કર્યા હતા. છૂટા કરેલા શિક્ષકોનો વર્કલોડ અન્ય શિક્ષકો પાસેથી લેવામાં આવે છે. શિક્ષકોના કામના કલાકો પણ નક્કી કરાયા નથી. આથી શિક્ષકોનાં સંગઠનોએ રજૂઆત કરી હતી કે, સરકારે ખાનગી સ્કૂલોના મેનેજમેન્ટમાં હસ્તક્ષેપ કરી શિક્ષકોને ન્યાય અપાવવો જોઈએ. જોકે, સરકારે એમની રજૂઆત સામે આંખ આડા કાન કર્યા હોય એવું ચિત્ર ઉપસ્યું હતું. (તસવીર પ્રતિકાત્મક છે)

