HomeGujaratCentral Gujarat6 બકરાની બલી ચઢાવી ખાનારાને થયું ફૂડ પોઈઝનિંગ 4 ના મોત 12ની...

6 બકરાની બલી ચઢાવી ખાનારાને થયું ફૂડ પોઈઝનિંગ 4 ના મોત 12ની હાલત ગંભીર

ગામ લોકોની સુખ શાંતિ માટે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ભૂલવણમા સાંજના સમયે અચાનક 14 લોકોના મોંઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા અને ચકકર આવ્યા બાદ બેભાન થઈ જતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ગંભીર લોકો માંથી 4 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે પરિવારની સુખ શાંતિ માટે ગામ લોકોએ જાતર વિધિનું આયોજન કરાયું હતું જેના અંતિમ દિવસે 6 બકરાની બલી દેવામા આવી હતી બાદમાં તેનું માંસ રાંધીને ખાધું હતું જેના કારણે આ ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું હતું.બનાવ બાદ મૃતકના વિશેરા લઈ તપાસ હાથ ધરી હતી.

બનાવની જાણ થતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ભૂલવણ ગામમાં જઈ અન્ય લોકોની પણ તપાસ કરી હતી બીજી તરફ ધારાસભ્ય બચુભાઇ ખાબડ પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ સહિતના આગેવાનો અને અધિકારીઓ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને દર્દીઓના હાલચાલ જાણ્યા હતા.ફૂડ પોઈઝનિંગ થયેલ લોકોમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર થઈ હતી.એક વ્યક્તિને વેન્ટિલેટર થકી વડોદરા રીફર કરવાની ફરજ પડતા ગોધરાથી વેન્ટિલેટર એમ્બ્યુલન્સ મગાવાઈ હતી અને બાદમાં દર્દીને વડોદરા ની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW