છેલ્લા ત્રણ-ચાર દાયકાઓમાં વિકાસથી વંચિત રહી ગયેલા માળિયા મીયાણા તાલુકામાં ધીમે ધીમે વસ્તીનું સ્થળાંતર વધ્યું છે જેના ઘણા બધા કારણોમાંથી એક કારણ રોડ રસ્તાના અપૂરતા વિકાસ પણ જવાબદાર માનવામાં આવે છે. જોકે વિકાસ કામની ગતિ ખુબ ધીમી રહી છે. અને ભ્રષ્ટ્રાચાર હોય તેમ લાગે છે. માળિયાના ચમનપરથી મોટા ભેલાને જોડતો પુલ પાંચ મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો જે પુલ પર ખાસ કરીને દ્રિચક્રીય અને નાના વાહનોની અવરજવર રહે છે.

આ પુલ પહેલા અહી બેઠો કોઝવે હતો, મોટાભેલા ચમનપર, વવાણીયા, નાનાભેલા જેવા ગામોને ચોમાસા દરમિયાન આ કોઝવે ચાલુ વરસાદે પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો છેલ્લા પાંચ મહિના પહેલા આ કોઝવેને પુલનું નિર્માણ થતાં આ રસ્તાને જોડતા ગામોમાં ખુશી જોવા મળી હતી પણ આ પુલને નવો બનતા હજી પાંચ મહિના જેટલો સમય થયો છે ત્યારે પુલ પર લોખંડ ના સળીયા બહાર નિકળી આવ્યા છે અને વચ્ચે ના ભાગે રીતસરની તીરાડ પડી જતાં પુલને જોડતા ગામોમાં કામની ગુણવત્તા જોઇને કચવાટ ફેલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માળિયા ના ગામને જોડતા પુલ પર બનેલા બ્રીજ પાચ મહિનામાં જર્જરિત થઇ ગયો છે તે કામગીરીની ગુણવતાની ચાડી ખાઈ છે. રાજ્ય સરકાર ભલે પોતાના શાસનમાં કોઈ ભ્રષ્ટ્રાચાર ન થતા હોવાના દાવા કરે પણ મંત્રીના ગામને જોડતા બ્રીજ જો 5થી6 મહિનામાં સિમેન્ટ ઉખડે અને તેના સળિયા બહાર દેખાવા લગતા હોય તો અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કેવી ગુણવતાના કામ થતા હશે તે અંગે પણ સવાલ ઉઠયા છે

