બિટકોઈન સહિતની દૂનિયાની તમામ મુખ્ય ક્રિપ્ટોકરન્સીના ભાવોમાં સોમવારે કડાકો જોવા મળ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે મીમ ક્રિપ્ટોકરપન્સી શીબા ઈનુનો ભાવ બપોરે 0.79 ટકાની તેજી સાથે 0.002782 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યો હતો.
દૂનિયાની સૌથી મોટી અને લોકપ્રિટ અને જૂની ક્રિપ્ટોકરપન્સી બિટકોઈનના ભાવમાં 0.18 ટકાનો ઘટાડો આવ્યો છે. આ ઘટાડાની સાથે તે 49,093 ડોલર એટલે કે 39, 44, 204 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી હતી. બિટકોઈનનો ભાવ ગયા મહિનાની શરૂઆતમાં 68 હજાર ડોલરને પાર પહોચ્યાં બાદ તેમાં ઘટાડો આવી રહ્યો છે.

તો બીજી તરફ વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટો ઈથેરિયમના ભાવોમાં પણ 0.17 ટકાના ભાવ સાથે 4026 ડોલર એટલે કે 3, 23, 475 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. મીમ ક્રિપ્ટો ડોગકોઈનના ભાવોમાં પણ 2.03 ટકાનો ઘટાડાની સાથે 13.2492 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આ તમામની વચ્ચે કોમ્પના ભાવમાં 6.31 ટકાની તેજી આવી છે.

