દુબઈ, સોમવાર
દુબઈ સરકાર દુનિયાની પહેલી એવી સરકાર બની ગઈ છે કે જે સંપૂર્ણપણે પેપરલેસ છે. અમીરાતના ક્રાઉન પ્રિંસ શેખ હમદાન બિન મુહમ્મદ બિન રાશિદ અલ મકતૌમે આની ઘોષણા કરતા કહ્યુ છે કે આનાથી 35 કરોડ અમેરિકન ડોલર અને 1.4 કરોડ શ્રમ કલાકોની બચત થશે.
શેખે એક નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે તમામ આંતરીક અને બહારી લેવડ-દેવડ અને દુબઈ સરકારમાં તમામ પ્રક્રિયાઓ હવે 100 ટકા ડિજિટિલ થઈ ગઈ છે અને વ્યાપક ડિજિટલ સરકારી સેવા પ્લેટફોર્મથી તેનું પ્રબંધન થઈ રહ્યું છે. આ લક્ષ્યની ઉપલબ્ધિ જીવનના તમામ પાસાઓને ડિજિટલાઈઝ કરવાની દુબઈની યાત્રાના નવા પડાવની શરૂઆત છે. આ યાત્રાના મૂળિયા નવાચાર, સર્જનાત્મકતા અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવામાં રહેલા છે. દુબઈની પેપરલેસ રણનીતિને પાંચ સતત તબક્કાઓમાં અમલી કરવામાં આવી અને દરેક તબક્કામાં દુબઈ સરકારના વિભિન્ન સમૂહ સામેલ હતા. પાંચમા તબક્કાના આખરમાં રણનીતિને અમીરાતમાં તમામ 45 સરકારી વિભાગોમાં લાગુ કરવામાં આવી. આ વિભાગ 1800 ડિજિટલ સેવાઓ પ્રદાન કરે છે અને 10500થી વધારે મુખ્ય લેણદેણ કરે છે.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભાગ લેનારી સંસ્થાઓની વચ્ચે સહયોગ અને એકીકરણે ગ્રાહકોને પ્રદાન કરનારી પ્રક્રિયા અને સેવાઓને સ્વચાલનને સક્ષમ કરી, તેનાથી દસ્તાવેજની ખપતમાં 336 મિલિયનથી વધુનો ઘટાડો થયો. આ રણનીતિએ દુબઈ સરકારમાં 35 કરોડ અમેરિકન ડોલર અને 1.4 કરોડથી વધારે શ્રમ કલાકોને બચાવવામાં પણ મદદ કરી છે. દુબઈ સરકારમાં પૂર્ણ ડિજિટલ પરિવર્તન તમામ નિવાસીઓ માટે સ્માર્ટ સિટી અનુભવને સમૃદ્ધ કરશે, દસ્તાવેજી લેણદેણ અને દસ્તાવેજોની જરૂરિયાતો સંપૂર્ણપણે સમાપ્ત કરી દેશે. ચાહે તે ગ્રાહકોને સોંપવામાં આવે અથવા સરકારી સંસ્થાઓમાં કર્મચારીઓ વચ્ચેનું આદાન-પ્રદાન કરે. ડિજિટલાઈઝેશન દુબઈનાઉ એપ્લિકેશનના માધ્યમથી નિવાસીઓ માટે અસાધારણ અનુભવ પ્રદાન કરવામાં પણ મદદ કરશે, જે 12 મુખ્ય શ્રેણીઓમાં 130થી વધારે સ્માર્ટ સિટી સેવાઓ સુધી પહોંચની મંજૂરી આપે છે.

