અમદાવાદ, સોમવાર
સરખેજ-જુહાપુરા વિસ્તારમાં સરકારી તેમજ ખાનગી જમીનો પચાવી પાડનાર કુખ્યાત નઝીર વોરા, કાલુ ગરદન અને સુલતાન ખાન પઠાણ બાદ પોલીસે વહાબ ગેંગના સાગરિત અહેમદ મંડલી વિરુધ્ધ પણ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.ઉલ્લેખનીય છે અહેમદ મંડલીએ ખેડૂતો સાથે મળીને સરકારી જમીન પચાવી પાડી તેના ઉપર ગેર કાયદેસર રીતે કે.ડી.ફાર્મ બનાવી દીધંુ હતંુ.મકરબાના રેવન્યુ તલાવી આદિત્યભાઈ ઠક્કરે સરખેજ પોલીસ સ્ટેશનમાં વધુ 2 લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે.
એક ફરિયાદમાં આરોપી તરીકે વહાબ ગેંગના સાગરિત અહેમદ મંડલી તેમજ સીતાબહેન ઠાકોર, ચંદાબહેન ઠાકોર, બળવંતભાઈ ઠાકોર, વર્ષાબહેન ઠાકોર, કમુબહેન, સુરેશભાઈ ઠાકોર, દિલીપભાઈ ઠાકોર, લીલાબહેન ઠાકોર અને કુલમુખત્યાર અમૃતભાઈ લખસીભાઈ પટેલને દર્શાવ્યા છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સરકારી પડતર જમીન ઉપર કે.ડી.ફાર્મ બનાવ્યું હતું, આટલું જ નહીં રૂ.20 કરોડની કિંમતની સરકારી પડતર જમીન પચાવી પાડવા માટે કોર્ટમાં પણ ખોટુ લિટિગેશન ઊભું કર્યું હતું. બીજી ફરિયાદમાં આરોપી તરીકે રુખીબહેન ચતુરજી, કાંતાબહેન રણછોડજી, ગિરીશકુમાર ફુલાજી, ચહેરાજી રણછોડજી, અશોકભાઈ રણછોડજી, રમીલાબહેન અશોકભાઈ, ભાવનાબહેન અશોકભાઈ, ભીખીબહેન રણછોડભાઈ, કોકીબહેન રણછોડજી, મંગુબહેન ચતુરજી, બહાદૂરસંગ રામસંગજી, લસીબહેન બહાદૂરસંગ, તખતસંગ બહાદૂરસંગ, દિનેશભાઈ બહાદૂરસંગ, મનુભાઈ રામસંગજી, ભીખીબહેન મનુભાઈ, કાંતાબહેન રામસંગજી, પૂનમબહેન વિશાજી, ઉમેદભાઈ વિશાજી, કલાબહેન ઉમેદભાઈ, જશોદાબહેન ઉમેદજી, પાર્વતીબહેન ઉમેદજી, બચુભાઈ વિશાજી, પ્રવિણભાઈ વિશાજી, રૈયલીબહેન પ્રવીણભાઈ, કલ્યાણસિંગ વિશાજી, વિષ્ણુભાઈ વિશાજી, ગીતાબહેન વિષ્ણુભાઈ, રેવાબહેન તખતસંગ, ભારતીબહેન દિનેશભાઈ, રાજેન્દ્રભાઈ નટવરલાલ અને જીમીભાઈ જયંતીભાઈ પટેલ ને દર્શાવ્યા છે.લોકોએ મકરબા ગામમાં આવેલી રૂ.22 કરોડની કિંમતની સરકારી પડતર જમીન ઉપર કબજો કરી બાંધકામ કરી દીધા હતા. કરોડો રૂપિયાની સરકારી પડતર જમીનો પચાવી પાડવા માટે કોર્ટમાં ખોટા લિટિગેશન ઊભા કર્યા હતા. (તસ્વીર પ્રતિકાત્મક છે)

