HomeGujaratબકરૂં કાઢતાં ઊંટ પેઠું : રાજ્ય સરકાર પાટીદાર સામેના કેસ પાછા ખેંચે તો...

બકરૂં કાઢતાં ઊંટ પેઠું : રાજ્ય સરકાર પાટીદાર સામેના કેસ પાછા ખેંચે તો અન્ય સમાજાે નારાજ થાય 

ગાંધીનગર, સોમવાર

   રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન બાદ 485 પોલીસ ફરિયાદ થઈ હતી અને તેમાંથી 228 પોલીસ કેસ પાછા ખેંચવામાં આવ્યા હતા અને હજુ 140 જેટલા પોલીસ કેસ પાછા ખેંચાયા નથી. આ મામલે વારંવાર પાટીદાર સમાજ સરકાર ઉપર પ્રેસર બનાવી રહ્યો છે અને કેસ પાછા ખેંચવા જણાવી રહ્યો છે. તાજેતરમાં જ આ મામલે નરેશ પટેલ સહિતના પાટીદાર આગેવાનો તેમજ પાટીદાર સંસદસભ્યો પણ મુખ્યમંત્રીને મળ્યા હતા. રાજ્ય સરકાર માટે હવે ખરી મુશ્કેલી સર્જાઈ છે, કેમ કે, જાે માત્રને માત્ર પાટીદાર સમાજના કેસ પાછા ખેંચે તો અન્ય સમાજાેની નારાજગી વ્હોરવી પડે અને સામી ચૂંટણીએ એ નારાજગી પાલવે એમ નથી.

   રાજ્ય સરકાર માટે બકરૂં કાઢતાં ઊંટ પેઠું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના ધારાસભ્યોએ તાજેતરમાં જ અન્ય સમાજાે ઉપર થયેલા કેસ પાછા ખેંચવા માટે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે ત્યારે રાજ્ય સરકાર આ મામલે કેવું વલણ દાખવે છે તેના ઉપર સૌ કોઈની નજર છે. માત્ર એક સમાજના કેસ પાછા ખેંચવામાં આવે તો અન્ય સમાજાે સરકાર ઉપર ચડી બેસે તેમ છે અને વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપને મોટું નુકસાન થઈ શકે તેમ છે. આ મામલે હજુ રાજ્ય સરકાર કોઈ નિર્ણય કરી શકી નથી તો મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, પાટીદાર સામેના કેસ પાછા ખેંચવાની સત્તા સરકાર પાસે છે પરંતુ અન્ય સમાજાેના કેસ પાછા ખેંચાશે કે કેમ તે મામલે કોઈ ખુલીને કહેતું નથી. 

   ગુજરાતમાં ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ પાણી પહેલાં પાળ બાંધી રહ્યો છે અને પાટીદાર સમાજ નારાજ થાય તેવું કરવા માગતો નથી. છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજના કાર્યક્રમોમાં જે રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ક્યારેક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે  જાેડાઈ રહ્યા છે અને એક રીતે પાટીદાર સમાજને રિઝવવાના ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનને વીતે ૬ વર્ષનો સમય થઈ ચૂક્યો છે પણ હજુ પણ પોલીસ કેસ પાછા ખેંચવાને લઈ રાજ્ય સરકાર નિર્ણય લઈ શકી નથી. પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ પણ વારંવાર આ મામલે રજૂઆત કરતી આવી છે અને રાજ્ય સરકાર પોલીસ કેસ પાછા ખેંચવાનું આશ્વાસન આપી રહી છે. વિધાનસભાની સામી ચૂંટણીએ ભાજપ માટે પોલીસ કેસ ખેંચવા જરૂર બની ચૂક્યા છે પણ મુશ્કેલી એ સર્જાઈ છે કે, જાે માત્રને માત્ર પાટીદાર સમાજ ઉપર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા જાય છે તો અન્ય સમાજાે પણ પોલીસ કેસ પાછા ખેંચવાની માગણી કરી શકે છે.

   એકને ગોળ અને બીજાને ખોળ આપવામાં આવે તો ભાજપને નુકસાન થઈ શકે તેમ છે. પાટીદાર સમાજે પોલીસ કેસ પાછા ખેંચવાની માગણી કરી અને સરકારે હકારાત્મક વલણ દાખવ્યું તે સારી બાબત હોવાનું અન્ય સમાજાેએ કહ્યું છે પણ સાથે-સાથે એ પણ કહ્યું છે કે, અન્ય સમાજાે ઉપર થયેલા પોલીસ કેસ પણ પાછા ખેંચો. કરણી સેના, ઠાકોર સમાજ, ભરતી મામલે થયેલા આંદોલનના કેસ, ખેડૂત આંદોલન વખતે થયેલા કેસો પણ પાછા ખેંચવાની માંગ બુલંદ બની છે. રાજ્ય સરકાર જાે માત્ર પાટીદાર સમાજને પ્રાધાન્ય આપીને પોલીસ કેસ પાછા ખેંચે તો અન્ય સમાજાેમાં નારાજગી ફેલાઈ શકે છે અને કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં મોટો મુદ્દો મળી શકે તેમ છે. ભાજપ હરગિજ એવું ઈચ્છતો નથી કે કોંગ્રેસને બગાસું ખાતાં પતાસું મળી જાય પણ હવે સ્થિતિ પ્રવાહી બની છે અને રાજ્ય સરકાર માટે પાટીદાર સમાજ સામે થયેલા કેસ પાછા ખેંચવા એ મુશ્કેલ બની રહ્યા છે. 

રાજ્યમાં કયા સમાજની કેટલી જ્ઞાતિ
  રાજ્યમાં પાટીદાર સમાજની વસતિ 12 ટકા જેટલી થવા જાય છે તો આદિવાસી સમાજની ટકાવારી ૧૫ ટકા થવા જાય છે. આ સિવાય વણિક 1.5 ટકા, ક્ષત્રિય 5 ટકા, દલિત 7 ટકા, બક્ષીપંચ 40ટકા, અન્ય જ્ઞાતિ 6 ટકા, મુસ્લિમ 9 ટકા અને અન્ય લઘુમતિ 3 ટકા થવા જાય છે. માત્ર પાટીદાર સમાજને ખુશ કરવામાં આવે તો ભાજપના હાથમાંથી વિધાનસભાની ચૂંટણી જીતવાની બાજી બગડી શકે છે અને તે ભાજપ સારી રીતે જાણે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW