HomeNationalઔરંગઝેબ સામે શિવાજીનો ઉદય થયો-સાલાર મસૂદને રાજા સુહેલદેવે જવાબ આપ્યો : કાશી...

ઔરંગઝેબ સામે શિવાજીનો ઉદય થયો-સાલાર મસૂદને રાજા સુહેલદેવે જવાબ આપ્યો : કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણમાં PM મોદીનું સંબોધન

વારાણસી, સોમવાર

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કર્યા બાદ એક જાહેરસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યુ હતું કે ભારતમાં જ્યારે પણ ઔરંગઝેબ પેદા થયો ત્યારે આ માટીમાંથી શિવાજીનો પણ ઉદય થયો. આ દેશ બાકીના દુનિયાના દેશોથી અલગ છે. વડાપ્રધાન મોદીએ વારાણસીની સભ્યતા અને વારસાની પ્રશંસા કરતા કહ્યુ હતુ કે ઘણી સલ્તનતોનો ઉદય અને પતન થયું, પરંતુ બનારસ રહ્યું.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે હુમલાખોરોએ આ શહેર પર આક્રમણ કર્યું. તેને નષ્ટ કરવાની કોશિશ કરી. ઔરંગઝેબના અત્યાચાર અને આતંકનો ઈતિહાસ સાક્ષી છે. તેણે કટ્ટરતાથી સંસ્કૃતિને દબાવવાની કોશિશ કરી. પરંતુ આ દેશની માટી બાકીની દુનિયાથી અલગ છે. અહીં જો ઔરંગઝેબ આવે,તો શિવાજીનો પણ ઉદય થયો. તેમણે કહ્યુ હતુ કે જો સલાર મસૂદ આગળ વધે તો રાજા સુહેલદેવ જેવા યોદ્ધાઓએ આ દેશની એકાની શક્તિનો તેને અહેસાસ કરાવ્યો. મોદીએ કહ્યુ છે કે કાશી વિશ્વનાથ ધામનું આખું નવું પરિસર માત્ર શાનદાર ઈમારત નથી, પરંતુ ભારતની સનાતન સંસ્કૃતિ, આપણા આધ્યાત્મ અને ભારતીની પ્રાચીનતા તથા પરંપરાનું પ્રતીક છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે મંદિર પરિસર જે પહેલા માત્ર 3000 વર્ગ ફૂટનું હતું. તે વધીને હવે પાંચ લાખ વર્ગ ફૂટનું થયું છે. હવે 50થી 70 હજાર શ્રદ્ધાળુ પરિસરમાં આવી શકે છે. તેમણે કહ્યુ હતુ કે નવો ઈતિહાસ બન્યો છે અને આપણું સૌભાગ્ય છે કે આપણે તેના સાક્ષી બન્યા છીએ. મોદીએ પોતાના ભાષણમાં સ્થાનિક બોલીનો પણ ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે અંગ્રેજોના સમયમાં હેસ્ટિંગના કેવા હાલ કાશીના લોકોએ કર્યા હતા, તે તો કાશીના લોકો જ જાણે છે. તેમણે કહ્યુ હતુ કે કાશી શબ્દોનો વિષય નથી. સંવેદનાઓની સૃષ્ટિ છે. કાશી તે છે – જ્યાં જાગૃતિ જ જીવન છે. કાશી તે છે- જ્યાં મૃત્યુ પણ મંગળ છે. કાશી તે છે- જ્યાં સત્ય જ સંસ્કાર છે. કાશી તે છે- જ્યાં પ્રેમ જ પરંપરા છે.

   વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે અહીંની ધરતી સારનાથમાં ભગવાન બુદ્ધનો બોધ સંસાર માટે પ્રગટ થયો. સમાજ સુધારા માટે કબીરદાસ જેવા મનીષી અહીં પ્રગટ થયા. સમાજને જોડવાની જરૂરત હતી, તો સંત રૈદાસજીની ભક્તિની શક્તિનું કેન્દ્ર પણ આ કાશી બની. તેમણે કહ્યુ કે દરેક ભારતવાસીઓની ભુજાઓમાં એ બળ છે, જે અકલ્પનીયને સાકાર કરી દે છે. આપણે તપ જાણીએ છીએ, તપસ્યા જાણીએ છીએ, દેશ માટે દિવસરાત ખપાવવાનું જાણીએ છીએ. પડકારો કેટલાય મોટા કેમ ન હો, આપણે ભારતીય મળીને તેને પરાસ્ત કરી શકીએ છીએ.

  વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે યાદ રાખો જેવી દ્રષ્ટિથી આપણે ખુદને જોઈશું, તેવી જ દ્રષ્ટિથી વિશ્વ પણ આપણને જોશે. મને ખુશી છે કે સદીઓની ગુલામીએ આપણા પર પ્રભાવ પાડયો હતો, જે હીનભાવનાથી ભારતને ભરી દીધું હતું હવે આજનું ભારત તેમાથી બહાર નીકળી રહ્યું છે. આજનું ભારત પોતાની ગુમાવેલી વિરાસતને ફરીથી એકઠી કરી રહ્યું છે. અહીં કાશીમાં તો માતા અન્નપૂર્ણ ખુદ વિરાજે છે. મને ખુશી છે કે કાશીમાંથી ચોરાયેલી માતા અન્નપૂર્ણાની પ્રતિમા એક સદીની રાહ જોયા બાદ હવે ફરીથી કાશીમાં સ્થાપિત થઈ ચુકી છે.

   વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે આજનું ભારત માત્ર સોમનાથ મંદિરનું સૌંદર્યકરણ જ નથી કરતું, પરંતુ સમુદ્રામાં હજારો કિલોમીટર ઓપ્ટિકલ ફાઈબર પણ બિછાવી રહ્યું છે. આજનું ભારત માત્ર બાબા કેદારનાથ મંદિરનો જીર્ણોદ્ધાર જ કરતું નથી. પરંતુ પોતાના દમ પર અંતરીક્ષમાં ભારતીયોને મોકલવાની તૈયારીમાં લાગેલું છે. આજનું ભારત માત્ર અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું મંદિર જ નથી બનાવી રહ્યું, પરંતુ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ પણ બનાવી રહ્યું છે. આજનું ભારત માત્ર બાબા વિશ્વનાથ ધામને ભવ્ય રૂપ જ નથી આપી રહ્યું, પરંતુ ગરીબો માટે કરોડો પાકા ઘર પણ બનાવી રહ્યું છે. તેમણે કહ્યુ હતુ કે વિશ્વનાથ ધામનું લોકાર્પણ ભારતને એક નિર્ણાયક દિશા આપશે. મોદીએ કાશીમાં કાળ ભૈરવ મંદિરમાં પૂજા કરી અને ગંગામાં ડૂબકી લગાવી હતી. ગંગાજળ લઈને ભગવાન વિશ્વનાથ પર જળાભિષેક કકર્યો હતો. તેમનો કાફલો જ્યારે શહેરમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે લોકો મંત્રોચ્ચારણ કરી રહ્યા હતા. તેઓ ઘણાં સ્થાનો પર રોકાયા અને લોકોના અભિવાદનનો સ્વીકાર પણ કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW