HomeNationalઆજે સૂર્યાસ્ત બાદ આકાશમાં દેખાશે અદ્દભૂત નજારો,અનેક તારા એક લાઈનમાં

આજે સૂર્યાસ્ત બાદ આકાશમાં દેખાશે અદ્દભૂત નજારો,અનેક તારા એક લાઈનમાં

ખગોળપ્રેમીઓ માટે રવિવારની રાત આનંદમય રહેવાની છે. ખગોળપ્રેમી લોકો માટે આકાશમાં એક સુંદરમજાનો નજારો જોવા મળશે. સૂર્યાસ્ત થઈ ગયા પછી શુક્ર, શનિ અને ગુરુ, આ ત્રણ ગ્રહો અને ચંદ્ર આસપાસ દેખાશે. આખરે 10 વર્ષ પછી આ ગ્રહ એકસાથે જોવા મળશે. તા12 ડીસેમ્બરે સૂર્યાસ્ત બાદ આકાશમાં ગ્રહોનો મેળાવડો જોવા મળશે. રવિવારે સાંજે સૂર્યાસ્ત આકાશમાં પશ્ચિમ દિશામાં શુક્ર, શનિ અને ગુરુ, ચંદ્ર સાથે મેળાવડો કરવા ભેગા થયા હોય તેમ એક સાથે દેખાશે. આ સુંદર નજારો દરેક દેશની દરેક જગ્યામાંથી જોવા મળશે. જેના કારણે આખા વિશ્વના ખગોળપ્રેમીઓ તેમજ સ્કાય વોચર્સને આ નજાર જોવાનો લ્હાવો મળી રહેશે. પાંચ ગ્રહો નૈઋત્ય દિશામાં અને બે મોટા એસ્ટોરોઈડ નિહાળવા મળશે.

સૂર્ય આથમી ગયા પછી આકાશમાં પશ્ચિમી દિશામાં શુક્ર, શનિ અને ગુરુ એક જ સમાંતર એટલે કે એક જ લીટીમાં જોવા મળશે. સૌથી નીચે સૌથી વધુ પ્રકાશ આપનાર શુક્ર હશે. જેને અંગ્રેજીમાં વિનસ કહે છે, તેના ઉપર શનિગ્રહ એટલે કે સેટર્ન અને તેના ઉપર ગુરુ એટલે કે જ્યુપિટર જોવા મળશે. આ ત્રણેય ગ્રહો સમાંતર લીટીમાં દેખાશે. તેમની થોડી ઉપર ચંદ્ર પણ દેખાશે. ખાસ વાત તો એ છે કે, આ નજારો જોવા માટે કોઈ પ્રકારના સાધનની જરૂર નથી. નરી આંખે કોઈ સાધન વગર જોઈ શકાશે. જેથી ખગોળ પ્રેમીઓ અને સ્કાય વોચર્સ સિવાય અન્ય લોકો પણ આ નજારો માણવાની તક ઉપાડી શકશે. આ સિવાય યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લુટો પણ આ મંડળમાં હશે. પૃથ્વીથી તેમનું અંતર ઘણુ વધારે હોવાથી એ નરી આંખે જોઈ શકાશે નહીં. આ ગ્રહ જોવા ટેલિસ્કોપની અનિવાર્ય રહેશે. એટલે બુધ અને મંગળ સિવાયના સર્વે ગ્રહો આકાશમાં જોઈ શકાશે.

આ ગ્રહો સૂર્યાસ્ત સમયથી જ જોઈ શકાશે અને 8.30 વાગ્યાથી અસ્ત થવાનું શરૂ થશે જ્યારે બાદ 1 વાગ્યે ચંદ્રના આથમવા સુધી આ સુંદર નજારો જીવંત રહેશે. કચ્છના જાણીતા ખગોળવિદ અને સ્ટારગેઝિંગ ઇન્ડિયાના સંસ્થાપક નરેન્દ્ર ગોરે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ નજારો આશરે દસ વર્ષ પછી જોવા મળશે. “આટલા વર્ષો બાદ આ સુંદર નજારો ખગોળ પ્રેમીઓ સાથે સામાન્ય લોકોએ પણ કોઈ જાતની અંધશ્રદ્ધા વગર માણવું જોઈએ,” નરેન્દ્રભાઈએ કહ્યું હતું. રાજ્યના ચાર પાંચ મિનિટના તફાવતમાં ગ્રહોનો અસ્ત જોવા મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW