ગાંધીનગર, રવિવાર
કોંગ્રેસના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે વિધાનસભાની ચૂંટણી જંગની તૈયારીઓ આરંભી દીધી છે અને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર બોલાવી રહ્યા છે. કડી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા અને તેમણે ભાજપના ૨૫ વર્ષના શાસનને પડકાર ફેંક્યો હતો. છેલ્લા બે પાંચ વર્ષમાં કોઈને ક્લાર્ક, આંગણવાડી કે પોલીસમાં નોકરી લાગી હોય તો તેણે સ્ટેજ ઉપર આવવા માટે કહ્યું હતું અને તેનું સ્વાગત કરવાનું પણ કહ્યું હતું પણ કોઈ આગળ આવ્યું નહોતું. આ તબક્કે ઠાકોરે કહ્યું હતું કે, ભાજપની સરકારે માત્રનેે માત્ર વાયદા કર્યા છે. અમારી સરકાર આવશે તો દરેક ઘરમાં બે બે સરકારી નોકરીઓ આપીશું અને જાે ન આપીએ તો અમારી જણવાવાળીમાં ફેર હતો તેવું પણ તેમણે કહ્યું હતું. જગદીશ ઠાકોર દાંત કચકચાવીને સરકાર ઉપર ગજ્ર્યા હતા. જગદીશ ઠાકોરના તેજાબી ભાષણને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.
ગુજરાત કોંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોર આક્રમકતા માટે જાણીતા છે અને તેમના તેજાબી ભાષણ સાંભળવા માટે સ્વયંભૂ લોકો ઉમટી પડે છે તે ભૂતકાળમાં જાેવા મળ્યું છે. ગુજરાતમાં 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રમુખ એક્શન મોડમાં આવી ચૂક્યા છે અને ભાજપની સરકાર ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે. અગાઉ જ્યારે પદભાર સંભાળ્યો ત્યારે પણ તેઓ સરકાર ઉપર ગજ્ર્યા હતા અને આજે કડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા. ભાજપ સરકારના ૨૫ વર્ષના શાસનને પડકારતાં તેમણે કહ્યું હતું કે, છેલ્લા બે-પાંચ વર્ષમાં કોઈ પોલીસમાં, તલાટીમાં કે ક્લાર્કમાં કે આંગણવાડીમાં નોકરી લાગ્યું હોય તો સ્ટેજ ઉપર આવે અમારે તેનું સન્માન કરવું છે.
જાે કે, આવું કોઈ આગળ ન આવતાં તેમણે કહ્યું હતું કે, ભાજપની સરકારે માત્રને માત્ર વાયદા કર્યા છે. અમારી સરકાર આવશે તો દરેક ઘરમાં બે બે સરકારી નોકરી આપીશું તેવું કહ્યું હતું. આ સાથે એક કરોડને રોજગારી આપવામાં આવશે તેવું કહ્યું હતું. જાે અમે તેમ કરવામાં સફળ ન રહીએ તો અમારી જણવાવાળીમાં ફેર હોવાનું પણ તેમણે કહ્યું હતું. જગદીશ ઠાકોરના આક્રમક પ્રવચનને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. અગાઉ જ્યારે તેમણે પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે પણ તેઓ સરકાર ઉપર ગાજ્યા હતા અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો પહેલી જ કેબિનેટ બેઠકમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે તેવું કહ્યું હતું.

