અમદાવાદ, રવિવાર
રાજપુત કરણીસેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજાએ પદ્માવત ફિલ્મ સમયે થયેલા આંદોલનમાં ક્ષત્રિય સમાજના યુવાનો પર થયેલા બાકી રહેલા પોલીસ કેસો પરત ખેંચવા સરકાર પાસે માગણી કરી છે.
તેમણે જણાવ્યું કે,મારી માગ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે એ છે કે, પદ્માવત ફિલ્મ સમયે આંદોલન વખતે ક્ષત્રિય સમાજના યુવાનો પર કેસ થયા હતા તે વિજયભાઇ રૂપાણીની સરકાર વખતે પાછા ખેંચવા બાયેધરી અમને આપી હતી. તેમાં અમુક કેસો પાછા ખેચાયા હતા પરંતું હજી સુધી અમુક કેસો પાછા ખેચાયા નથી. આ પાછા ન ખેચાયેલા કેસો પાછા ખેચવામાં આવે. રાજપુત કરણીસેનાની તમારી પાસે આશા કે અમારી રજુઆતને ગ્રાહ્ય રાખવી.

