રોમ, રવિવાર
તાજેતરમાં ઈટાલીના પાદરી એન્ટોનિયો સ્ટેગ્લિયાનોએ બાળકોને કહ્યુ હતુ કે સેંટા ક્લોઝ જેવી કોઈ ચીજ હોતી નથી. તેના આ નિવેદન બાદ બબાલ મચી હતી. ઈટાલીના મીડિયા પ્રમાણે, બિશપે કહ્યુ હતુ કે સેંટાનો લાલ રંગનો ડ્રેસ કોકોકોલા કંપનીની જાહેરાત માટે બનાવવામાં આવ્ય છે. હવે આ વિવાદ પર ઈટાલિયન બિશપે માફી માંગી લીધી છે. તેમણે ફેસબુક પોસ્ટ લખીને બાળકોના માતાપિતાને કહ્યુ છે કે તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે તેઓ માફી માંગે છે.
પાદરી એન્ટોનિયો સ્ટેગ્લિયાનોએ બાળકોને કહ્યુ હતુ કે સેંટા ક્લોઝ જેવી કોઈ ચીજ હોતી નથી અને તેનો લાલકોટ કોકાકોલાની જાહેરાત માટે પંસદ કરવામાં આવ્યો છે. તેમના આ નિવેદન બાદ હંગામો મચ્યો હતો. ઘણાં લોકોએ તેમના પર નિવેદન પાછું ખેંચવા માટે દબાણ બનાવ્યું હતું. બિશપની ટીપ્પણીઓ વાઈરલ થયા બાદ સ્ટેગ્લિયાનોના પ્રેસ સચિવ ફાધર એલેસેન્ડ્રો પાઓલિનીએ નિવેદન જાહેર કરતા કહ્યુ હતુ કે સૌથી પહેલા બિશપત તરફથી હું આ નિવેદન બદલ ખેત વ્યક્ત કરું છું. જેમણે બાળકોને નિરાશ કર્યા છે. આ સ્પષ્ટ કરવા ચાહું છું કે સ્ટેગ્લિયાનોનો આવો કોઈ ઈરાદો ન હતો.
પાઓલિનીએ કહ્યુ હતુ કે બિશપનો ઉદેશ્ય ક્રિસમસનો અર્થ અને તેની સાથે આવનારી સુંદર પરંપરાઓને વધુ જાગરૂકતા સાથે લોકો સામે લાવવાનો હતો. ક્રિસમસની સુંદરતાને હવે ઝડપથી વ્યાવસાયિક અને ડી-ખ્રિશ્ચિયનાઈઝ્ડ કરે છે. તેમણે કહ્યુ છે કે જો આપણે તમામ સેંટા ક્લોઝની તસવીરથી યુવા અને વૃદ્ધો બોધપાઠ લઈ શકીએ છીએ, તો આ છે. ઘણાં લોકોએ ક્રિસમસના કેથોરિલક અર્થ પર ધ્યાન કેન્દ્રીત કરવાના બિશપના પ્રયાસોનું સ્વાગત કર્યું છે. કેટલાક લોકોએ સ્ટેગ્લિઆનોની પારિવારીક પરંપરાઓ અને સમારંભોમાં હસ્તક્ષેપ કરવા તથા આ બાળકોના આત્માઓને કચડવા માટે દોષિત ઠેરવ્યા, જેને પ્રારંભિક વર્ષ મહામારીથી બાધિત હતા.

