HomeGujaratCentral Gujaratઓમિક્રોનના ત્રણ દર્દીઓની તબિયત સ્થિર, કોરોનાના કેસ મુદ્દે આરોગ્ય સચિવે આપ્યું આ...

ઓમિક્રોનના ત્રણ દર્દીઓની તબિયત સ્થિર, કોરોનાના કેસ મુદ્દે આરોગ્ય સચિવે આપ્યું આ નિવેદન

રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચુકી છે. જામનગરમાં એક બાદ એક એમ ત્રણ કેસો નોંધાતા રાજ્ય અને જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે લગ્નપ્રસંગના કારણે કોરોનાના કેસોમાં સામાન્ય વધારો થયો હોવાની આરોગ્ય સચિવ અગ્રવાલ કહી રહ્યાં છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

રાજ્યના મુખ્ય આરોગ્ય સચિવ મનોજકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઓમિક્રોનના જે ત્રણ દર્દીઓ સારવારમાં છે તેમની તબિયત સ્થિર છે. હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે. જેના કારણે લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યાં છે. તેના પગલે કોરોનાનો ચેપ ફેલાયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લગ્નપ્રસંગોના કારણે ભીડ જામતી હોય કોરોનાના કેસોમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સરકાર સતર્ક જ છે. ટેસ્ટીંગની સંખ્યામાં વધારો કરાઈ રહ્યો છે. વર્તમાનમાં રાજ્યમાં 75 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવે છે. ટેસ્ટીંગ વધતા પણ કેસો વધારે આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,260SubscribersSubscribe

TRENDING NOW