HomeGujaratજીવન સાથી હમ..વિકી અને કેટરીનાના વિવાહ સંપન્ન

જીવન સાથી હમ..વિકી અને કેટરીનાના વિવાહ સંપન્ન

વિકી કૌશલ અને કેટરિના કૈફે રાજસ્થાન માં રોયલ  લગ્ન કરી લીધા છે. સૂત્રોના કહ્યા અનુસાર કિલ્લાના શીશ મહેલ વિસ્તારમાં સજાવાયેલા સુંદર મંડપમાં વિકી કૌશલ અને કેટરિના કૈફ ફેરા ફરવા માટે ગયા હતા. કેટરિના કૈફની સુંદર ડોલીને ફુલોથી સજાવવામાં આવી હતી.


રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લા માં આવેલી સિક્સ સેંસ ફોર્ટમાં આ બોલીવુડ કપાળે લગ્ન કર્યા છે. વિકી-કેટરિનાના લગ્ન દરમિયાન ખૂબ જ કડક સિક્યોરિટી રાખવામાં આવી છે.  હવે વિકી-કેટરિનાના લગ્નનો પ્રથમ ફોટોગ્રાફ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, વિકી-કેટરિનાએ માત્ર 28 મિનિટમાં સાત ફેરા લીધા છે. ફેરા પૂરા થયા પછી પુષ્કળ ફુલોની વર્ષા કરવામાં આવી હતી. વિકી કૌશલ પોતાની દુલ્હન કેટરિના કૈફને લેવા માટે વિન્ટેજ કારના વરઘોડામાં નીકળ્યો હતો. ગુલાબી રંગની શેરવાની પહેરી હતી. જ્યારે કેટરિનાએ ગુલાબી રંગનો લહેંગો પહેર્યો હતો.


વિકી અને કેટરિના પોતાનું હનીમૂન સિક્સ સેન્સિસ ફોર્ટ બરવાડામાં મનાવાના છે. કપલ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, લગ્ન બાદ કપલ બે દિવસ સુધી આ લક્ઝરી રિસોર્ટમાં જ રહેવાના છે. મતલબ કે, 12 ડિસેમ્બર સુધી વિકી અને કેટરિના સિક્સ સેન્સિઝ ફોર્ટ બરવાડામાં રહેશે અને ત્યારબાદ મુંબઈ પાછા આવશે. મુંબઈ આવ્યા બાદ વિકી અને કેટરિના પોતપોતાની ફિલ્મોના શૂટિંગમાં જોડાઈ જશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW