HomeGujaratયુવા આર્મી ગ્રુપે તાત્કાલિક 11 બોટલ બ્લડ ડોનેટ કર્યું

યુવા આર્મી ગ્રુપે તાત્કાલિક 11 બોટલ બ્લડ ડોનેટ કર્યું

મોરબીમાં ઈમરજન્સી બ્લડ ગ્રુપની જરૂરિયાતના સમયમાં યુવા આર્મી ખૂબ ઝડપથી બ્લડ સેવા પૂરી પાડી રહી છે. મોરબીની યુવા આર્મી ગ્રુપ તેમના સેવા કાર્યથી જાણીતું છે. યુવા આર્મી ગ્રુપ હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ધ્યેય સાથે મોરબીના લોકોની ઈમરજન્સી બ્લડની જરૂરીયાત પુરી કરવા 24 કલાક તત્પર રહે છે અને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યું છે. કોરોના કાળમાં અવારનવાર બ્લડ બેંકમાં ક્યારેક બ્લડ ની ખુબ જ સોર્ટેજ ઉભી થઈ જાય છે ત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બ્લડ ની જરૂરીયાત વાળા દર્દીઓના પરીજનો ને જે‌ તે બ્લડ ગ્રુપનુ બ્લડ શોધવુ ખુબ જ મુશ્કેલ થઈ જતુ હોય છે.
ગ‌ઈકાલે મોરબીમાં આયુષ, સમર્પણ જેવી નાની મોટી હોસ્પિટલ મા‌ સારવાર અર્થે આવેલ દર્દીઓ માટે એ પોઝિટિવ બ્લડ ની સોર્ટેજ ઉભી થઈ હતી જેની જાણ સંસ્કાર બ્લડ બેંક દ્વારા યુવા આર્મી ગ્રુપને કરવામાં આવી હતી જે માટે થયને યુવા આર્મી ગ્રુપ દ્વારા ના સભ્યો દ્વારા તાત્કાલિક 10 બોટલ એ પોઝિટિવ તથા અન્ય એક દર્દી માટે 1 બોટલ એ નેગેટિવ બ્લડ ની વ્યવસ્થા ઉભી કરી આપવામાં આવી હતી. બ્લડ ની જરૂરીયાત માટે કે કોઈ ની જરૂરીયાત સમયે બ્લડ રક્તદાન રુપી સેવાકીય કાર્યમા જોડાવા માટે હેલ્પલાઇન નંબર 93493 93693 ઉપર સંપર્ક કરવા પિયુષભાઈ બોપલીયાએ જણાવાયું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW