કોઈ દેશે પોતાની માતૃભાષાના સન્માન પોતાની માતૃભાષાના સન્માન માટે દુનિયાના નકશામાં જન્મ થયો હોય તેવા એક માત્ર કિસ્સો બાંગ્લાદેશનો 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે બાંગ્લાદેશ પૂર્વી પાકિસ્તાન તરીકે ઓળખાતો હતો બાંગ્લાદેશમાં બહુમતી સંખ્યા મુસ્લિમ હોવા છતાં તે સાંસ્કુતિક રીતે બંગાળી ભાષાના રંગે રંગાયેલ હતું. જોકે પાકિસ્તાનના શાસકોએ તેમના પર પૂર્વ પાકિસ્તાનમાં રહેતા બંગાળી મુસ્લીમો પર ઉર્દુ ભાષા થોપવાની કોશિશ કરી હતી. જેનો પ્રચંડ વિરોધ થયો હતો. આ સાંસ્કૃતિક અને રાજકીય આંદોલનનો હેતુ બંગાળીભાષાને રાજભાષાનો દરજ્જો આપવા તેમજ શિક્ષણ વહીવટમાં સામેલ કરવામાં આવે તેવો હતો.આ ઉપરાંત આંદોલનકારીઓએ બાંગ્લા ભાષાને બંગાળી લીપીમાં લખવામાં આવે તેવી માંગણી કરી હતી. આ આંદોલનમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ અને વડીલો જોડાયા હતા.

આ ભાષા આંદોલનમાં શહીદ થયેલા શહીદોની સ્મૃતિમાં ઢાકા મેડીકલ કોલેજની નજીક શહીદ મીનાર છે.આ સ્થળે 21 ફેબ્રુઆરી 1952ના રોજ સલામ બરકત અને રફીક જબ્બાર નામના યુવાનો પોતાની માતૃભાષાબંગાળી માટે ગોળીઓથી વીંધાઈ શહિદ થયા હતા. દુનિયામાં રાજકીય ક્રાંતિઓ અને સતા પરિવર્તન સદીઓથી ચાલ્યા આવે છે. પરંતુ પોતાની માતૃભાષાના પ્રેમ માટે બલિદાન આપવાની આ ગાથા અનોખી છે. આથી જ ટો વિશ્વ માતૃભાષાનો આંદોલન પરથી જ નક્કી કરવામાં આવ્યો છે. પૂર્વી પાકિસ્તાનના લોકોમાં પર અનેક અત્યાચારો થયા હતા.

તેમની માતૃભાષા માટેની લાગણી અને માંગણી કચડીને નાખવાનો પ્રયાસ થયો હતો છેવટે આ ભાષા આંદોલન જ 1971માં બાંગ્લાદેશનું સર્જન નિમિત બન્યું હતું. ધર્મ જાતિ કરતા પણ માતૃભાષા માટેનો પ્રેમ હંમેશા મુઠી ઉચેરો હોય છે. તેનું બાંગ્લાદેશના લોકોએ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશમાં રજા રાખવામાં આવે છે. એટલું જ નહી માતૃભાષાના રક્ષણ માટે શહીદ સપૂતના સ્મારક ભાષા ચળવળકારો નાતે ખાસ બની જાય છે.

