ભારતીય શેરબજાર પર ઓમિક્રોનનું દબાણ હજીપણ ચાલુ છે. આ સપ્તાહના આખરી કારોબારી સત્રમાં બંને મુખ્ય સ્ટોક એક્સચેન્જે રેડ ઝોનમાં કારોબારની શરૂઆત કરી. બીએસઈ સેન્સેક્સ પ્રી-ઓપન સેશનમાં 200 અંક સુધી ઘટાડામાં રહ્યો. જ્યારે નિફ્ટી પણ 50 અંકથી વધુ ગગડયો. અમેરિકાના શેરબજાર પણ ગુરુવારે ઘટાડા સાથે બંધ થયા હતા. એશિયન શેર માર્કેટ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી ઉપર પણ આનું દબાણ દેખાય રહ્યું છે.
ગુરુવારે કેન્દ્ર સરકારે ઓમિક્રોનના ખતરાને જોતા ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ચાલી રહેલી રોકને 31 જાન્યુઆરી, 2022 સુધી લંબાવી દીધી છે. સરકારનો આ નિર્ણય ગુરુવારે બજારના બંધ થયા બાદ સામે આવ્યો હતો. બજાર આજે આના પર પ્રતિક્રિયા આપે તેવી સંભાવના છે. આજે રાકેશ ઝુનઝુનવાલાના રોકાણવાળી કંપની સ્ટાર હેલ્થના શેર લિસ્ટ થવાના છે. તાજેતરમાં રજૂ થયેલા આઈપીઓમાં સ્ટાર હેલ્થનું પ્રદર્શન ફીકું રહ્યું હતું.
આજે સવારે 10.09 કલાકે સેન્સેક્સ 245.92 અંકના ઘટાડા સાથે 58561.21 પર ટ્રેડ કરી રહ્યો હતો. આજના પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સે 58850.24નો હાઈ અને 58538.35નો લૉ બનાવ્યો છે. આજે સવારે સેન્સેક્સ 110.42 અંકના ઘટાડા સાથે 58696.71 પર ખુલ્યો હતો. ગુરુવારે સેન્સેક્સ 58807.13 અંકના સ્તરે બંધ થયો હતો.

પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે,જ્યારે 15 શેરો બઢતમાં રહ્યા છે. બઢતવાળા મુખ્ય શેરોમાં એશિયન પેન્ટ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈંડસઈંડ બેંક, સનફાર્મા અને મારુતિ વગેરે રહ્યા છે. ઘટાડાવાળા મુખ્ય સ્ટોકમાં ટાઈટન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ફાયનાન્સ, નેસ્લે અને ટેક મહિન્દ્રા વગેરે છેનેસનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી આજે 14 અંકના ઘટાડા સાથે 17503 પર જોવા મળ્યો. તે 17476 પર ખુલ્યો હતો અને દિવસમાં તેણે 17534નો હાઈ બનાવ્યો. તેના મિડકેપ ઈન્ડેક્સમાં બઢત જોવા મળી છે. તો નિફ્ટી બેંક અને ફાયનાન્શિયલ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. તેના 50 શેરોમાંથી 25 ઘટાડામાં અને 25 બઢત સાથે કારોબાર કરતા જોવા મળ્યા છે. સવારે 10.10 કલાકે નિફ્ટી 73.20ના ઘટાડા સાથે 17443.65ના સ્તરે ટ્રેડ કરતો જોવા મળ્યો છે.
ઈંડસઈંડ બેંકે સ્ટોક એક્સચેન્જને માહિતી આપી છે કે રિઝર્વ બેંકે એલઆઈસીને તેમા હિસ્સેદારી વધારવાની મંજૂરી આપી છે. હાલ એલઆઈસીની ભાગીદીરી 4.95 ટકા છે. તેને વધારીને 9.99 ટકા કરવામાં આવે તેવી શક્યતા છે.

