HomeGujaratજો તમે રસીના બંને ડોઝ લીધા નથી તો નહીં મળે સરકારી રાશન,...

જો તમે રસીના બંને ડોઝ લીધા નથી તો નહીં મળે સરકારી રાશન, આ મામલતદારે જાહેર કરી નોટીસ

રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાની રસીકરણને ઝડપી લેવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક વખત જાહેરાતો કરીને લોકોને સમજાવવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે જો તમે રસીનો ડોઝ નહીં લીધો હોય તો તમારૂ રાશન બંધ કરવાનું ફરમાન ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારે ફરમાન કરતા ખળભળાટ મચ્યો છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

ઉપલેટા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારે જે નોટિસ જાહેર કરવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ જિલ્લા મામલતદાર અને જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અંતર્ગત ગ્રામજનોને જાણ કરવામાં આવે છે કે જે લોકોએ કોવિડ વેક્સિનના બંને ડોઝ લીધા નથી તેવા લોકોને રાશનકાર્ડ ઉપર મળી રહેલું અનાજ, કરિયાણું અટકાવવામાં આવશે. તથા મામલતદાર કચેરી ઉપલેટા અને તાલુકા પંચાયત કચેરી ઉપલેટા તેમજ ગ્રામપંચાયતમાંથી મળતી સેવાઓ અટકાવવામાં આવશે. જો આ કચેરીઓની સેવા લેવી હશે તો પણ બંને ડોઝ લીધાનું સર્ટીફિકેટ દેખાડવું પડશે.

તો બીજી તરફ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશબાબુએ જણાવ્યું હતું કે, રસીકરણ વધારવા માટે સરકારીતંત્ર દ્વારા તમામ પ્રયાસો કરાઈ રહ્યાં છે તેમાં ગઈકાલે જાહેર કરેલી નોટીસમાં કોરોના રસી નહીં લેનારાઓને સરકાર દ્વારા વિતરણ કરવામાં આવતા ફ્રીના અનાજને બંધ કરવાનો હુકમ કરાયો છે. કોઈપણ અધિકારીને આવા હુકમ નહીં કરવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW