HomeGujaratSaurashtra Kutchhસિટી બસે ટુ વ્હીલર્સને ટક્કર મારતા PSIનું મૃત્યું, બે પુત્રોએ પિતાની છત્રછાયા...

સિટી બસે ટુ વ્હીલર્સને ટક્કર મારતા PSIનું મૃત્યું, બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ સિટીમાં એક સિટી બસને ટુ વ્હીલરને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સિટી બસે ટુ વ્હીલર્સને પાછળથી ટક્કર મારી દીધી હતી. આ ઘટનામાં રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં ડ્યૂટી કરતા PSI એચ.એ. અઘામને ગંભીર ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન એમનું નિધન થયું હતું. આ ઘટનામાં PSIનું નિધન થતા બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

રાજકોટ સિટીના 150 ફૂટ રિંગ રોડ પર શિતલપાર્ક ચોકથી ડાબી બાજુ ટોઈંગ સ્ટેશન પાસે સિટી બસે પાછળથી ટુ વ્હીલરને ઠોકર મારી દીધી હતી. જેમાં PSIને ગંભીર ઈજા થઈ હતી. એચ.એ. અઘામને માથાના ભાગે ગંભીર ઈજા થતા યુદ્ધના ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. હોસિપ્ટલમાં ટૂંકી સારવાર દરમિયાન પોલીસકર્મીનું નિધન થયું છે. આ કારણે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. PSI અઘામ રાજકોટ શહેરના મોચીનગર વિસ્તારમાં રહેતા હતા. વીકઓફ હોવાથી ઘરના કામ હેતું બહાર નીકળ્યા હતા. એ સમયે 150 ફૂટ રીંગ રોડ પર શિતલ પાર્ક પાસેથી પસાર થતા આ ઘટના બની હતી. બે સંતાનમાંથી એક પુત્ર SRPમાં ફરજ બજાવે છે. પોલીસે બસ ચાલક સામે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

રાજકોટ સિટીમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની સંખ્યા વધી રહી છે. ક્યારેક રોંગ સાઈડમાં આવતા વાહનને કારણે તો ક્યારે રસ્તા પર ઓઈલ ઢોળાવવાને કારણે આવી ઘટનાઓ બને છે. ધોળા દિવસે અકસ્માત થતા ક્યારેક વ્યક્તિના જીવ જાય એવા ગંભીર બનાવ બને છે. આ પહેલા રાજકોટના અંડરબ્રીજમાં ઓઈલ ઢોળાતા અનેક વાહન ચાલકો લપસ્યા હતા.

જોકે રાજકોટ સિટીમાં બેદરકારી પૂર્વક વાહન હંકારતા લોકો માટે આ એક ચેતવણી રૂપ કિસ્સો છે. ખાસ કરીને સવારના પિક અવર્સમાં ટ્રાફિક થવાને કારણે ફોર વ્હીલથી લઈને ટુ વ્હીલર્સને મોટું નુકસા થાય છે. ટ્રાફિક જંક્શન મનાતા અનેક એવા વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ બને છે. જેના કારણે ભોગવવાનો વારો લોકોનો આાવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW