HomeGujaratકોરોના બાદ લગ્નના બજેટમાં આવ્યો મોટો કાપ,પરિવાર કરે છે રૂ.20 લાખનો ખર્ચ

કોરોના બાદ લગ્નના બજેટમાં આવ્યો મોટો કાપ,પરિવાર કરે છે રૂ.20 લાખનો ખર્ચ

કોરોના મહામારીની પ્રથમ અને બીજી લહેર બાદ રાજયમાં લગ્ન અને અન્ય સંસ્કૃતિક કાર્યક્રમ પર અનેક પ્રકારના પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા ધીમે ધીમે લહેર ઘટી જતાં લગ્નમાં છૂટછાટ આપવામાં આવી છે. જેના કારણે દિવાળી બાદ લગ્નમાં મોટા પાયે લગ્ન થઈ રહ્યા છે. હાલ જોકે લગ્નમાં અગાઉ જે પ્રકારે ઝાકમઝોળ જોવા મળતી હતી.

તેમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. નવેમ્બર ડિસેમ્બરમાં 14 જેટલા શુભ મૃહુત હતા જેમાં ખૂબ મોટી સંખ્યામાં લગ્ન યોજાયા હતા. લગ્ન સીઝનમાં અલગ અલગ પ્રકારની અનેક ખરીદી વધી જતી હોય છે. જેમાં કપડાં, જ્વેલરી, સુશોભન, ખાણી પીણી, મંડપ ડેકોરેશન, ગીતસંગીત સહિતના અલગ અલગ બજારમાં તેજી આવતી હોય છે. આ વર્ષે ખરીદી તો નીકળી છે પરંતુ બજેટમાં ખૂબ મોટા પાયે કાપ જોવા મળ્યો છે.મધ્યમ વર્ગના પરિવાર લગ્નમાં રૂ 5 લાખ જ્યારે વધુમાં વધુ રૂ.20 લાખ સુધીનું બજેટ રાખી રહ્યા છે.

લગ્ન પ્રસંગ બાદ રિસેપ્સન કાર્યક્રમ રદ થવાના કારણે ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને મોટા પાયે ખોટ ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે ત્રણ દિવસ બાદ કમૂરતા બેસી જતા લગ્ન સીઝન પૂર્ણ થઇ જશે.15 જાન્યુઆરી બાદકમૂર્ત પૂર્ણ થતાં ફરી નવી સીઝન શરૂ થશે જેથી જાન્યુઆરી 15 દિવસ તેમજ ફેબ્રુઆરી માર્ચમાં લગ્ન સીઝન આવતા ફરી લગ્ન શરૂ થશે અને તેમાંથી અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ધંધો વધે તેવી સંભાવના છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW