HomeGujaratવિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ ગુજરાતમાં વધુ વેક્સિનેશન : રાજ્ય સરકારનો દાવો

વિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ ગુજરાતમાં વધુ વેક્સિનેશન : રાજ્ય સરકારનો દાવો

ગાંધીનગર, બુધવાર

   ગુજરાતમાં રસીકરણ પાત્રતા ધરાવતા પ્રતિ 100 વ્યક્તિએ 169.2 વેક્સિન ડોઝ અપાયા છે, તેની તુલનાએ ફ્રાન્સમાં 166.9, યુ.એસ.એ માં 138.4, જર્મની 153.6, કેનેડા 164.7, ઇટલી 159, નેધરલેન્ડ 168.8 ડોઝની સંખ્યા ધરાવે છે. એટલું જ નહિ, ગુજરાત કરતાં અન્ય જે રાષ્ટ્રોમાં આવી સંખ્યા ઓછી છે તેમાં ફિનલેન્ડ 167.5, સ્વીડન 165.8, મેકસીકો 157.9 તેમજ સ્વીત્ઝરલેન્ડ 148.8, સાઉદી અરેબિયા 147.9, હંગેરી 137, વિયેટનામ 130.7 અને રશિયા 107.3નો સમાવેશ થાય છે.

  પ્રધાનમંત્રી મોદીના દિશા દર્શનમાં હાથ ધરાયેલા હર ઘર દસ્તક અભિયાનને ગુજરાતમાં સઘન બનાવી આરોગ્ય કર્મીઓ-ફ્રન્ટલાઇન વર્કર્સએ આ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આમ, વિશ્વવ્યાપી મહામારી કોરોના સામેના રક્ષણાત્મક ઉપાય એવા કોરોના વેક્સિનેશનમાં ગુજરાતે વિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ વધુ ડોઝ આપવાની વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોવાનો દાવો કરતા રસીકરણ માટે પાત્રતા ધરાવતી પ્રતિ 100ની વસ્તીએ ગુજરાતે વિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ વધુ વેક્સિન ડોઝ આપ્યા હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW