રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવારી પરત ખેંચવાની મુદત મંગળવારે પૂર્ણ થઈ જતા હવે કેટલી ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે અને હવે કેટલી ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂકી છે.
રાજ્યમાં ભાજપના મંત્રી ધારાસભ્ય અને સાંસદો પોતાના વિસ્તારમાં વધુને વધુ ગ્રામ પંચાયત સમરસ કરવા પાછલા બારણે દબાણ કરાયું હોય તેમ લાગી રહ્યું હતું. મંત્રીઓ અને ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં વધુને વધુ ગ્રામ પંચાયત સમરસ કરવા પોતાના સંપર્ક દોડાવ્યાં હતા અને કેન રીતે ગ્રામ પંચાયત સમરસ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાની વાત કરીએ 541 ગ્રામ પંચાયતમાથી 130 બિનહરીફ થઈ છે. સૌથી વધુ 25 ગ્રામ પંચાયત પડધરી તાલુકની છે.રાજકોટ તાલુકાની 21 ગ્રામ પંચાયત સમરસ થઈ છે.જસદણ તાલુકામાં માત્ર 3 ગ્રામ પંચાયત સમરસ થઈ છે.
15મા નાણાં પંચ અંતર્ગત હવેથી ગ્રામ પંચાયતને વધુ ગ્રાન્ટ મળવાની હોવાથી ગ્રામ પંચાયતમાં સરપંચ બનાવની હોડ જામે તેવી સંભાવન વ્યકત કરવામાં આવી રહી હતી જોકે આ ધારણા ખોટી પડી અને ગ્રામ પંચાયત સમરસ થવાની સંખ્યા વધી છે.સાંસદ મોહન કુંડારીયાના સાંસદ વિસ્તારમાં પણ સમરસ ગ્રામ પંચાયતની સંખ્યા વધી છે. તો પંચાયત મંત્રી બ્રિજેશ. મેરજાનું ગામ પણ સમરસ જાહેર થઈ છે.રાજય મંત્રી અરવિંદ રૈયાણીનું રાજકોટ તાલુકા ગુંદા ગામ પણ સમરસ થઈ છે.બીજી તરફ પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા જનડા કંધેવાડીયા અમરાપુરમાં ચૂંટણી યોજાશે. ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના ગામ ખીરસરામાં ચૂંટણી યોજાશે.

