HomeNationalInter NationalAmazon વેબ સેવા અટકી Netflix Disney પ્લસ સહિત અનેક એપ્સના યુઝર્સ પરેશાન

Amazon વેબ સેવા અટકી Netflix Disney પ્લસ સહિત અનેક એપ્સના યુઝર્સ પરેશાન

વોશિંગટન, બુધવાર

     8 ડિસેમ્બરની સવારથી એમેઝોન ક્લાઉડ સર્વિસ પર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે Netflix, Disney+, Robinhood જેવી ઘણી એપ્સ ડાઉન છે. એમેઝોન વેબ સર્વિસ (AWS) બંધ થવાને કારણે એમેઝોનની ઈ-કોમર્સ સાઈટ પણ ડાઉન છે. એમેઝોન પણ આ આઉટેજથી વાકેફ છે. આ આઉટેજ પર એમેઝોને તેના ડેશબોર્ડ પર લખ્યું, ‘અમારી ઘણી સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે અને અન્ય સેવાઓને પુનઃસ્થાપિત કરવા માટે કામ ચાલી રહ્યું છે.’

    એમેઝોન વેબ સર્વિસીસના ડાઉનફોલને કારણે એમેઝોન રીંગ સિક્યોરિટી કેમેરા, સિક્યુરિટી કેમેરા, મોબાઈલ બેન્કિંગ એપ ચાઇમ અને રોબોટ વેક્યૂમ ક્લીનર મેકર iRobotની સેવાઓ પણ ઠપ્પ થઈ ગઈ છે. ટ્રેન્ડિંગ એપ Robinhood અને Walt Disney ની સ્ટ્રીમિંગ સર્વિસ Disney+ અને Netflix પણ ડાઉન છે. એમેઝોન વેબ સર્વિસ પણ Downdetector.com પર બંધ હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ઘણા વપરાશકર્તાઓએ સાઇટ પર ફરિયાદ કરી છે. સોશિયલ મીડિયા પર પણ યૂઝર્સ સતત ફરિયાદ કરી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW