HomeGujaratગૌશાળામાં ઇજાગ્રસ્ત ગૌમાતાઓ ઠંડીમાં ઠૂઠવાતી હોવાના ખબર મળતા જ કર્યું એવું કામ...

ગૌશાળામાં ઇજાગ્રસ્ત ગૌમાતાઓ ઠંડીમાં ઠૂઠવાતી હોવાના ખબર મળતા જ કર્યું એવું કામ કે, તમે બોલી ઊઠશો… વાહ !

અમદાવાદ/ભાવનગર, બુધવાર

    અમદાવાદની પાસે આવેલી વૈકુંઠધામ ગૌશાળામાં ઇજાગ્રસ્ત ગાયો ઠંડીની ઋતુમાં ભારે યાતના વેઠી રહી હતી અને એમાં પણ માળખાના સમય દરમિયાન તો એમની હાલત અત્યંત દયનિય બની જવા પામી હતી. એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ વરસાદના ગૌ માતાઓને ભારે હેરાનગતિ થતી હોવાના ખબરથી જીવદયાપ્રેમીઓ દ્રવી ઉઠ્યા હતા.

    આ મામલે ભાવનગરના કૈલાસ ચેરીટેબલ ટ્રસ્ટને જાણ થતાં તેમણે કંઈક નક્કર કામગીરી કરવાનું વિચાર્યું. અમેરિકામાં રહેતા આકાશભાઈ શર્મા, અપૂર્વીબેન શર્મા અને રાજેન્દ્ર સિંહ ગોહિલ (ભાવનગર) સહિતનાએ ભેગા મળીને અમદાવાદ પાસે આવેલી ગૌશાળાની ગાયો માટે હીટર વસાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ એક કે બે નહીં, ન્યુ બ્રાન્ડેડ કંપનીના હીટર નંગ – 5 આ ગૌમાતાઓ માટે ખરીદવામાં આવ્યા હતા. ગૌમાતાઓ માટે સેવાભાવનાથી કરાયેલા આ સત્કાર્યને જીવદયાપ્રેમીઓએ બીરદાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW