HomeGujaratસાઉથ આફ્રિકાએ ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી

સાઉથ આફ્રિકાએ ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી

 સાઉથ આફ્રિકાએ ભારત સામે 26 ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. સાઉથ આફ્રિકાની ટીમનું નેતૃત્વ ડીન એલ્ગર કરશે, જ્યારે ટેમ્બા બાવુમાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

  ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કુલ ત્રણ ટેસ્ટ અને ત્રણ વનડે રમાશે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે, આ પ્રવાસ ટૂંકો કરવામાં આવ્યો છે અને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકાએ 21 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે, જે ત્રણેય ટેસ્ટ મેચો માટે ઉપલબ્ધ રહેશે. આ શ્રેણી 26 ડિસેમ્બર, 2021થી શરૂ થશે અને 15 જાન્યુઆરી, 2022 સુધી રમાશે.ભારત સામેની શ્રેણી માટે આફ્રિકાની ટીમમાં ડીન એલ્ગર (કેપ્ટન), ટેમ્બા બાવુમા (વાઈસ-કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, કાગીસો રબાડા, સરેલ એરવી, બી. હેન્ડ્રીક્સ, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, લુંગી એનગીડી, એડન માર્કરામ, વિયાન મુલ્ડર, એનરિક નોર્કિયા, કે. પીટરસન, આરવીડી ડ્યુસેન, કાયલ વેરીન, માર્કો જેન્સન, ગ્લેન્ટન સ્ટર્મન, પી. સુબ્રાયન, એસ. મગાલા, રાયન રિકલટન, ડી. ઓલિવર સામેલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,520SubscribersSubscribe

TRENDING NOW