નવી દિલ્હી,મંગળવાર
સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે આજે મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સ્થાનિક બજારમાં આજે સોના અને ચાંદીના ભાવ સપાટ વૈશ્વિક દરો પર મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે. મંગળવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ફેબ્રુઆરી વાયદાના સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 0.17 ટકા ઘટ્યા હતા. જ્યારે માર્ચ વાયદામાં ચાંદી પ્રતિ કિલો 0.14 ટકા ઘટી હતી. અગાઉના સત્રમાં સોનું સપાટ હતું જ્યારે ચાંદીમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
વૈશ્વિક બજારોમાં, મજબૂત યુએસ ડોલર અને ઉચ્ચ યુએસ ટ્રેઝરી યીલ્ડના કારણે સોનાના ભાવ સાંકડી રેન્જમાં રહ્યા હતા. જેના કારણે તેની સેફ-હેવન ડિમાન્ડને અસર થઈ હતી. સ્પોટ ગોલ્ડ નજીવો વધીને $1,778.79 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થયો હતો. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદીનો ભાવ 0.2 ટકા ઘટીને 22.31 ડોલર પ્રતિ ઔંસ થયો હતો.
સોના અને ચાંદીના નવા દર
મંગળવારના રોજ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ફેબ્રુઆરી વાયદા સોનું રૂ. 82 ઘટીને રૂ. 47,832 પ્રતિ 10 ગ્રામ થયું હતું. તે જ સમયે, માર્ચ વાયદાની ચાંદીનો ભાવ રૂ. 78 ઘટીને રૂ. 61,192 પ્રતિ કિલોગ્રામ થયો હતો.
FY22 ના અંત સુધીમાં સોનું 52 હજારના સ્તરે જઈ શકે છે
આઇઆઇએફએલ સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી ટ્રેડના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “વ્યાજ દરમાં વધારા અંગે યુએસ ફેડનું તટસ્થ વલણ અને વધતી જતી ઔદ્યોગિક માંગ જેવા ટ્રિગર્સ સોનાના ભાવમાં તેજીને ટેકો આપવા માટે પહેલેથી જ છે.” પરંતુ, ઓમિક્રોન વાયરસના સમાચાર પછી, ટૂંકા ગાળામાં સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો અપેક્ષિત છે. MCX પર રૂ. 46,900 પ્રતિ 10 સ્તરે સ્ટોપ લોસ રાખીને, રૂ. 48,700ના ટૂંકા ગાળાના લક્ષ્ય માટે રૂ. 47,500 થી રૂ. 47,700 પ્રતિ 10 ગ્રામના સ્તરે સોનું ખરીદી શકાય છે. એક મહિનામાં આપણે જોઈ શકીએ છીએ કે સોનાનો ભાવ રૂ. 49,700ના સ્તરને સ્પર્શી શકે છે. ચાલુ નાણાકીય વર્ષ 2022ના અંત સુધીમાં સોનાની કિંમત 52,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2022ના અંત સુધીમાં $2,000 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે.
બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ
સોમવારે બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. દિલ્હીમાં સોનું 29 રૂપિયા વધીને 46,974 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જોકે, ચાંદી રૂ. 149 ઘટીને રૂ. 60,137 પ્રતિ કિલોગ્રામ પર આવી હતી.કોમેક્સ ટ્રેન્ડિંગ પર હાજર સોનાના ભાવ સાથે સોનાના ભાવ નબળા ટ્રેડ થઈ રહ્યા છે. મજબૂત ડોલર અન્ય કરન્સી ધરાવતા ખરીદદારો માટે સોનાની કિંમતમાં વધારો કરે છે, જ્યારે ઊંચી ઉપજ બુલિયનની તક ખર્ચમાં વધારો કરે છે.

