મોરબી તાલુકાના ગાળા ગામ નજીક આવેલ નેશનલ હાઇવેથી જેતપર જવાના રસ્તાને જોડતા એક માર્ગ પર આવેલ વર્ષોજુના બ્રિજ પર બે દિવસ પહેલા ગાબડું પડ્યું હતું. જેના કારણે દિવસ દરમિયાન પસાર થતા ટ્રક તેમજ અન્ય ભારે વાહનો પર અકસ્માતનું જોખમ ખડુ થયું છે.આ બ્રિજનું હજુ એક મહિના પહેલા જ સમારકામ કરવામાં આવ્યું હતું. ત્યાં ફરી એકવાર આવી રીતે ગાબડું પડતા કામગીરી કેટલી ગુણવત્તાનું થયુ હશે તે બાબતો અંગે પણ સવાલ ખાડા થયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ બ્રિજના બદલે નવા બ્રિજ બનાવવના કામને તંત્ર દ્વારા ઘણા સમય પહેલા મંજુર કરી દેવાઈ હતી જોકે આ મંજૂરી માત્ર લોકોને ખુશ કરવા અને નેતાઓએ પોતાની વાહવાહી માટે જ આપી હોય તેમ આજદિન સુધી તેના પર કોઈ કામગીરી આજદીન સુધી એક ઈંટ પણ મુકવામાં આવી નથી.

હાલ આ બ્રિજ પર અચાનક થયેલા ગાબડાથી વાહન ચાલકોમાં રોષની લાગણી પ્રસરી ગઇ છે.ગ્રામજનો દ્વારા વહેલી તકે આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે.

