HomeGujaratNorth Gujaratવિદેશથી આવતા પ્રવાસીઓ માટે અમદાવાદ એરપોર્ટ પર 10 લોકોનો મુકાયો સ્ટાફ

વિદેશથી આવતા પ્રવાસીઓ માટે અમદાવાદ એરપોર્ટ પર 10 લોકોનો મુકાયો સ્ટાફ

અમદાવાદ, મંગળવાર

   અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દૈનિક સરેરાશ 500-700 જેટલા પ્રવાસીઓ આવતા હોય છે જેથી જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવે ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા વધારાના 10 વ્યક્તિનો સ્ટાફ મુકવામાં આવી રહ્યો છે. સાથે સાથે 5 ટેસ્ટિંગ કાઉન્ટરને વધારવાની દિશામાં પણ કામગીરી શરૂ કરી છે.

  ગુજરાત સહિત દેશના અલગ-અલગ રાજ્યમાં વિદેશથી આવતા પ્રવાસીઓમાં કોરોનાના નવા વેરીયન્ટ એટલે કે ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે. જે બાદ દેશના તમામ એરપોર્ટ પર વિદેશથી આવનાર તમામ પ્રવાસીઓ એમાંય આફ્રિકન સહિત અન્ય 12 દેશમાંથી આવતા પ્રવાસીઓ પર ખાસ તકેદારી રાખવા માટે તાકીદ કરવામાં આવી છે જેને લઇને અમદાવાદ એરપોર્ટ પર જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પહોંચે છે ત્યારે પ્રવાસીઓને પહોંચી વળવા માટે વધારાનો સ્ટાફ કામે લગાડવામાં આવી રહ્યો છે.નવા વેરિએન્ટ ના કિસ્સા જોવા મળતા વિદેશી આવતા પ્રવાસીઓ ની પુરતી તપાસ કરવામાં આવી રહી હોવાનો દાવો અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું છે. જરૂર પડ્યે વધારાના સેમ્પલ કલેક્શન કાઉન્ટર ઉભા કરવામાં આવશે. RT-PCR ટેસ્ટનો /ઝડપી PCR ટેસ્ટની સુવિધા માટે બે લેબોરેટરીઝની વ્યવસ્થા કરાઈ છે. ઉપરાંત 96 રેપીડ PCR ટેસ્ટ મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW