અમદાવાદ, મંગળવાર
રાજ્યભરના ડોકટર હડતાલ નીટ PGના કાઉન્સિલિંગના વિલંબને લઈ હડતાલ પર ઉતર્યા છે. ત્યારે બી. જે. મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ તબીબોની હડતાળના પગલે સિવિલ હોસ્પિટલમાં ફરી OPD સેવા પર અસર થઈ છે. જો આ હળતાળનું નિરાકરણ નહિ આવે તો ઈમરજન્સી અને કોવિડસેવા બંધ કરવાનું અલ્ટીમેટમ ડૉક્ટર્સએ આપ્યું છે. ત્યારે પરિસ્થિતિ વધુ વણસે તેવી સ્થિતિ વર્તાઈ રહી છે.
અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજના 1 હજાર જેટલા રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાલનો મામલો વધુ ઉગ્ર બન્યો છે. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં OPDમાં દર્દીઓની લાંબી લાઈન લાગી છે.OPDમાં વહેલી સવારથી આવેલા દર્દીઓએ કલાકો સુધી ડોકટરની રાહ જોવા મજબૂર બન્યા હોવાની તકલીફ ખુદ દર્દીઓએ વર્ણવી છે. હડતાળના કારણે સિવિલમાં વ્યવસ્થા ખોરવાઈ છે.PGના વિધાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા લાંબા સમયથી ડીલે થવાના કારણે રેસિડેન્ટ તબીબી પર કામનું ભરણ વધ્યું છે. ડોકટર્સે ત્રણથી ચાર ગણી ડ્યુટી કરવી પડે છે. એક તરફ ઓમીક્રોનનો ખતરો છે છતાં હાલ 30થી 35 ટકા ઘટ સાથે ડોક્ટરઓએ કામ કરવું પડે છે. જો દર્દીઓની સંખ્યા વધશે તો કેવી રીતે પહોંચી વળાશે તે સૌથી મોટો પ્રશ્ન ડોકટર્સનો ઉભો થવાનો છે.ઉપરાંત અન્ય પડતર માંગણીઓ અંગે નિરાકરણ ન આવે તો દર્દીઓએ હાલાકી ભોગવવી પડશે તે પણ ડોકટર્સે સ્પષ્ટ કરી દીધું છે.મંગળવારે સાંજે વાગ્યા બાદ રેસિડેન્ટ ડોક્ટર કોવિડ અને ઇમરજન્સી ડ્યુટી પણ બંધ કરવાનું એલાન કર્યું છે. તો બીજીતરફ સિવિલ સુપરિટેનડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે, નોન ક્લિનિકલ સ્ટાફને ક્લિનિકલ સાઈડમાં મુખ્ય મેડિસિન, ઓર્થો, પીડિયાટ્રિક, સ્કિન વિભાગમાં સ્ટાફ ફાળવ્યો છે. મને આશા છે કે, 5 વાગ્યા પહેલા સરકાર હકારાત્મક નિર્ણય લેશે.

