HomeGujaratજમશેદપુરે એટીકે મોહન બાગાનને 2-1થી હરાવ્યું

જમશેદપુરે એટીકે મોહન બાગાનને 2-1થી હરાવ્યું

નવી દિલ્હી, મંગળવાર

   સોમવારે સાંજે રમાયેલી મેચમાં જમશેદપુરે એટીકે મોહન બાગાનને 2-1થી હરાવ્યું હતું. જમશેદપુર આ સિઝનમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. જમશેદપુરે અત્યાર સુધી 4 મેચમાં 2 જીત અને 2 ડ્રો કરી છે. આ જીત સાથે જમશેદપુરની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઈ છે.

   જમશેદપુરના ફોરવર્ડ ખેલાડી સેમિનલેન ડોન્જે રમતના પહેલા હાફની 37મી મિનિટે જમશેદપુર માટે પહેલો ગોલ કર્યો હતો. આ ગોલ બાદ બંને ટીમો સારો બચાવ કરતી જોવા મળી હતી, પરંતુ બીજા હાફમાં એલેક્સ લિમાએ 84મી મિનિટે જમશેદપુર માટે બીજો ગોલ કરીને ISL 2021માં મોટો અપસેટ સર્જ્યો હતો.પ્રિતમ કોટલે 89મી મિનિટે એટીકે મોહન બાગાન માટે ગોલ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં એટીકે મોહન બાગાન માટે મેચમાં પરત ફરવું લગભગ મુશ્કેલ હતું. એટીકે મોહન બાગાને અગાઉ 1 ડિસેમ્બરે મુંબઈ સિટી સામેની મેચમાં મુંબઈ સિટીને 1-5ના માર્જિનથી હરાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW