HomeNationalપુતિને ભારતને મહાન શક્તિ ગણાવીને રશિયાનું ભરોસાપાત્ર મિત્ર ગણાવ્યું, પીએમ મોદીએ કહ્યુ-વધુ...

પુતિને ભારતને મહાન શક્તિ ગણાવીને રશિયાનું ભરોસાપાત્ર મિત્ર ગણાવ્યું, પીએમ મોદીએ કહ્યુ-વધુ મજબૂત થયા સંબંધો

નવી દિલ્હી, સોમવાર

   રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આજે થોડાક કલાકો માટે ભારતની મુલાકાતે છે. નવી દિલ્હી ખાતેના હૈદરાબાદ હાઉસમાં પુતિન અને મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ રહી છે. અફઘાનિસ્તાન પર બંને દેશોના સંબંધોમાં ઠંડક અને બોર્ડર પર ચીન-ભારતના તણાવ વચ્ચેની આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પહેલા બંને દેશોના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓએ 2+2 ફોર્મેટમાં વાટાઘાટો કરી અને સંરક્ષણ સહયોગને અનુલક્ષીને ચાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે.

   ભારતની ટૂંકી મુલાકાતે દિલ્હી એરપોર્ટથી પુતિન હૈદરાબાદ હાઉસ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. પુતિન અને મોદીએ મીડિયાની હાજરીમાં પોતાના સ્ટેટમેન્ટ આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ અમારા સંરક્ષણ સહયોગ વધુ મજબૂત થઈ રહ્યા છે. સંરક્ષણ અને આર્થિક ક્ષેત્રમાં બંને દેશ મહત્વના સહયોગી . કોરોનાની વિરુદ્ધ પણ અમારો સહયોગ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે આર્થિક ક્ષેત્રમાં પણ અમારા સંબંધો આગળ વધારવા માટે અમે મોટા વિઝન પર કામ કરી રહ્યા છીએ. અમે 2025 સુધીમાં 30 અબજ ડોલરનો ટ્રેડ અને 50 અબજ ડોલરના રોકાણનું લક્ષ્ય રાખ્યું છે. તો રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યુ છે કે અમે ભારતને એક મહાન શક્તિ, ભરોસાપાત્ર મિત્ર તરીકે જોયું છે.

   પુતિનની ભારત મુલાકાત પર અમેરિકા અને રશિયા બંનેની ઝીણવટભરી નજર છે. સોમવારે જ ભારત અને રશિયા વચ્ચે 2+2 ડાયલોગ થયો છે. આ ઘણું મહત્વનું છે. મોડી રાત્રે પુતિન મોસ્કો પાછ ફરશે. આ પહેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે અમેરિકા પર નિશાન સાધતા કહ્યુ હતુ કે અમારા ભારતીય મિત્રોએ સ્પષ્ટપણે સમજાવ્યું છે કે તેઓ એક સાર્વભૌમ દેશ છે અને તે જ નક્કી કરશે કે કોની પાસેથી હથિયારોની ખરીદી કરવી. કોણ સંરક્ષણ અને અન્ય ક્ષેત્રમાં ભારતના ભાગીદાર બનવા જઈ રહ્યા છે. એસ-400 ડીલને માત્ર પ્રતીકાત્મક અર્થમાં જ નહીં, પરંતુ તેનો ભારતની સંરક્ષણ ક્ષમતા માટે એક ઘણાં જ વ્યાવહારિક અર્થમાં જોવી જોઈએ. માનવામાં આવે છે કે પુતિન એર ડિફેન્સ મિસાઈલ એસ-400નું એક મોડલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવાના છે. તો ભારત અને રશિયા વચ્ચે કલાશ્નિકોવ શ્રેણી સ્મોલ આર્મ્સ મેન્યુફેક્ચરિંગ ડીલ હેઠળ યુપીના અમેઠીમાં 6 લાખથી વધારે એકે-203 રાઈફલ્સના નિર્માણનું કાર્ય થશે. આ સિવાય રશિયા પાસેથી 70 હજાર એકે-203 રાઈફલોની ખરીદી માટે ઓગસ્ટમાં કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ સિવાય 2021થી 2031 સુધીમાં બંને દેશો વચ્ચે સૈન્ય તકનીકી સહયોગ કાર્યક્રમ હેઠળ કરાર પણ થયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW