HomeGujaratઓમિક્રોનના વધતા કેસ વચ્ચે વાઈબ્રન્ટ સમિટ યોજાશે કે કેમ તેણે લઈ શંકાના...

ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે વાઈબ્રન્ટ સમિટ યોજાશે કે કેમ તેણે લઈ શંકાના વાદળો ઘેરાયા 

ગાંધીનગર, સોમવાર

    વિશ્વના ૩૮ દેશોમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોનનો ભારતમાં પણ પ્રવેશ થયો છે અને ૧૭ કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ જામનગરમાં એક કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગ દોડતો થયો છે. બીજી તરફ કોરોનાએ પણ માથુ ઊંચક્યું છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. બીજી તરફ આગામી જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં ૧૦મી વાઈબ્રન્ટ સમિટ યોજવા જઈ રહી છે અને રાજ્ય સરકારે તમામ તૈયારીઓ આરંભી દીધી છે. જાે કે, ઓમિક્રોનનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તે જાેતાં સમિટ યોજાશે કે કેમ તેણે લઈ શંકાના વાદળ ઘેરાયા છે. સમિટમાં મોટાભાગના ડેલિગેશન વિદેશથી આવવાના છે અને ત્યાં ઓમિક્રોનનો હાહાકાર છે અને આવી સ્થિતિમાં કોઈ ડેલિગેશન પણ આવી શક્શે કે કેમ તેના ઉપર પ્રશ્રાર્થ છે. મુખ્યમંત્રી ૭મી અને ૮મી નવેમ્બરે દુબઈ જવાના છે પણ ત્યાં પણ કોરોનાએ માથું ઊંચક્યું છે ત્યારે દુબઈનો પ્રવાસ પણ કેન્સલ થાય તેવી પૂરેપૂરી શક્યાતો જાેવાઈ રહી છે. અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પછી રાજ્યભરમાં કોરોનાએ માથું ઊંચક્યું હતું અને એ બીજી લહેરને લોકો ભૂલી શક્યા નથી ત્યારે વાઈબ્રન્ટ સમિટ ઓમિક્રોન અને કોરોનાનું સ્પ્રેડર બને તો રાજ્યમાં ફરીથી સ્થિતિ બગડી શકે છે. જાે કે, હાલ તો રાજ્ય સરકાર વાઈબ્રન્ટ સમિટ યોજવા માટે મક્કમ હોવાનું જણાઈ રહ્યું છે. વિપક્ષે પણ અગાઉ વાઈબ્રન્ટ સમિટ ન યોજવા માટે અપીલ કરી હતી જાે કે, સરકાર શું નિર્ણય કરે છે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે. 

    ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી પછી રાજ્ય સરકાર સતર્ક બની ચૂકી છે તો બીજી તરફ કોરોનાએ પણ માથું ઊંચક્યું છે. વિદેશી આવતા મોટાભાગના લોકો કોરોના સંક્રમિત આવી રહ્યા છે અને તેમનો ચેપ અનેક લોકોને લાગી રહ્યો છે. રાજ્ય સરકાર જાન્યુઆરીના બીજા મહિનામાં વાઈબ્રન્ટ સમિટ યોજવા જઈ રહી છે પણ જે રીતે હવે ગુજરાત તેમજ દેશમાં ઓમિક્રોન વધી રહ્યો છે તે જાેતાં આગામી દિવસોમાં ઓમિક્રોન હાહાકાર મચાવી શકે છે. વાઈબ્રન્ટ સમિટ આડે હજુ એક મહિના જેટલો સમય બાકી છે પણ ઓમિક્રોનનું સંક્રમણ તેજ ગતિથી વધી રહ્યું છે તેણે લઈ વાઈબ્રન્ટ ઉપર શંકાના વાદળ ઘેરાયા છે. વાઈબ્રન્ટ સમિટમાં વિદેશથી મોટાભાગના ડેલિગેશન આવવાના છે અને ત્યાં ઓમિક્રોને હાહાકાર મચાવ્યા હતા ત્યાંથી કોઈ આવી શકે તેવી શક્યતાઓ ધૂંધળી બની રહી છે. આ સિવાય દૂબઈમાં પણ કોરોનાએ માથું ઊંચક્યુ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૭-૮ ડીસેમ્બરે પ્રતિનિધિ મંડળ સાથે જવાના છે તેમની મુલાકાત પણ કેન્સલ થઈ શકે છે. જાે કે, વાઈબ્રન્ટને લઈ સરકારે છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ આરંભી દીધી છે અને મુખ્યમંત્રી મુંબઈમાં રોકાણકારો સાથે મીટિંગ પણ કરી આવ્યા છે. રાજ્ય સરકાર વાઈબ્રન્ટ યોજવા માટે મક્કમ બની છે અને જેમને જવાબદારી સોંપાઈ છે તેવા સનદી અધિકારીઓ વિદેશોમાં પણ પહોંચી ગયા છે. જાે કે, ઓમિક્રોનના કારણે વિદેશના દેશો હાલ ખાસ રિસ્પોન્સ આપતા નથી. રાજ્યમાં અગાઉ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ બાદ કોરોનાઓ માથું ઊંચક્યું હતું અને રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. હવે જાે રાજ્ય સરકાર ઓમિક્રોન અને કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે વાઈબ્રન્ટ સમિટ યોજશે તો ઓમિક્રોનનું સંક્રમણ વધી શકે છે તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW