HomeNationalદેશના આ 7 રાજ્યોમાં બાળકોને લગાવાશે કોરોના વેક્સિન, આ દેશોની હરોળમાં આવશે...

દેશના આ 7 રાજ્યોમાં બાળકોને લગાવાશે કોરોના વેક્સિન, આ દેશોની હરોળમાં આવશે ભારત

કેન્દ્ર સરકાર જલ્દી જ આ સાત રાજ્યોમાં 12થી 17 વર્ષના બાળકોને વેક્સિન દેવાની શરૂઆત કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને જણાવ્યું છે કે, એવા જિલ્લાની ઓળખ કરો જ્યાં વેક્સિનેશન ઓછુ થયું હોય. સુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે સરકાર જલ્દી જ બાળકોના વેક્સિનેશન અંગેની ગાઈડલાઈન પણ બહાર પાડી શકે છે. તેની સાથે જ ભારત દુનિયાના તે દેશોની યાદીમાં સામેલ થશે જ્યાં બાળકોને પણ કોરોના વેક્સિન દેવામાં આવી રહી છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું છે કે, ઝાયકોવ-ડીને પહેલા મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઝારખંડ, બિહાર અને પશ્વિમ બંગાળમાં લગાવવામાં આવશે. સરકારે ઝાયકોવ-ડીના એક કરોડ ડોઝનો ઓર્ડર નવેમ્બરમાં જ આપવામાં આવ્યો છે. સરકારે આવવા રાજ્યોને કહ્યું છે કે, તે એવા જિલ્લાની ઓળખ કરે જ્યાં વેક્સિનેશન ઓછુ થયું છે. તે બાદ તે જિલ્લામાં 12થી 17 વર્ષના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરાશે.

સરકારે ઝાયકોવ-ડીને બાળકોના વેક્સિનેશન માટે એપ્રુવ કરી છે. ઝાયકોવ-ડીને ઝાયડસ કેડિલાએ બનાવી છે. DCGIએ ઓગષ્ટમાં કેડિલાને એપ્રુવલ આપી હતી. વેક્સિનને 12 વર્ષથી વધારેની ઉંમરના તમામ લોકો માટે ઈમરજન્સી યુઝ ઓથરાઈઝેશનને મંજૂરી મળી છે. ઓક્ટોબરમાં નેશનલ ડ્રગ્સ રેગ્યુલેટરની સબ્ઝેક્ટ એક્સપર્ટ કમિટીએ વેક્સિનને બાળકો માટે ઈમરજન્સી ઉપયોગ માટેની ભલામણ કરી હતી. વેક્સિનને અત્યારસુધી ડીસીજીઆઈ તરફથી એપ્રુવલ મળવાનું બાકી હતું. તેને 2થી 18 વર્ષના બાળકોને લગાવી શકાશે.

2થી 18 વર્ષના 920 કેન્ડીડેટ ઉપર કોવેક્સિનના બીજા અને ત્રીજા ફેઝનું ટ્રાયલ શરૂ છે. કોવેક્સિનને 2-6, 6-12 અને 12-18 વર્ષના બાળકો ઉપર અલગ અલગ ટ્રાયલ ચાલી રહ્યું છે. બાયોલોજિકલ-ઈની વેક્સિન કોર્બેવેક્સનું પણ બીજા અને ત્રીજા ફેઝનું ટ્રાયલ શરૂ છે. કંપની 5થી 18 વર્ષની ઉંમરના 920 કેન્ડીડેટ ઉપર ટ્રાયલ કરી રહી છે. અમેરિકાની વેક્સિન કંપની જોનસન એન્ડ જોનસન પણ દુનિયામાં બાળકો ઉપર પોતાની વેક્સિનનું ટ્રાયલ કરી રહી છે. ભારતમાં પણ 12થી 17 વર્ષના લોકો ઉપર તેની ટ્રાયલ ચાલી રહી છે.

ઝાયડસ કેડિલાએ કહ્યું છે કે તેણે 50 સેન્ટર ઉપર 28 હજારથી વધારે કેન્ડીડેટ ઉપર વેક્સિનનું ટ્રાયલ કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે તે સૌથી મોટી વેક્સિન ટ્રાયલ છે. જે 28 હજાર કેન્ડીડેટને ટ્રાયલમાં સમાવેસ કરાયો છે. તેમાંથી 1 હજારની ઉંમર 12થી 18 વર્ષની વચ્ચેની છે. કંપનીએ કહ્યું છે કે, તે ટ્રાયલ આ ગ્રુપમાં સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે. તે હજુ પણ સ્પષ્ટ નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે કોમોરબિડિટીવાળા બાળકોને પહેલા વેક્સિનેટ કરી શકાય છે. સાથે જ સરકાર કોમોરબિડિટીમાં કઈ બિમારીઓને જોડશે અને તેના માટે ક્યાં ડોક્યુમેન્ટ્સની જરૂરત રહેશે. તેના ઉપર હજું વિચાર કરી રહી છે. ગાઈડલાઈન જાહેર થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. ભારતમાં જ્યારે વેક્સિનેશનની શરૂ થઈ હતી ત્યારે અલગ અલગ પ્રાયોરિટી ગ્રુપના આધાર ઉપર લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યાં હતાં. માનવામાં આવી રહ્યું છે કે, બાળકોમાં પણ આ જ પ્રક્રિયાની અમલવારી થઈ શકે છે.

દુનિયાના 40થી વધારે દેશો અલગ અલગ શરતોની સાથે બાળકોને કોરોના વેક્સિન આપી રહ્યાં છે. ક્યુબામાં 2 વર્ષથી વધારે ઉંમરના બાળકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે તો સાથે જ સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ફિલીપીન્સમાં 12 વર્ષથી વધારે ઉંમરના બાળકોનું વેક્સિનેશન થઈ રહ્યું છે. અલગ અલગ દેશોમાં વેક્સિનેશન અલગ અલગ શરતોની સાથે પણ થઈ રહ્યું છે. ક્યાંક માત્ર કોમોરબિડિટીવાળા બાળકોને વેક્સિનેટ કરવામાં આવી રહ્યાં છે તો ક્યાંક તમામ બાળકોને વેક્સિન લગાવાઈ રહી છે. ઈઝરાયેલમાં ફાઈઝરની વેક્સિન લગાવ્યા બાદ કેટલાક બાળકોમાં હૃદયના સ્નાયુઓમાં સોજો આવવાની ફરિયાદો ઉઠી હતી. જો કે તેમાં કોઈપણ ગંભીર આડઅસર જોવા મળી ન હતી. સાથે જ વેકિસનના કારણે સોજો આવ્યો હતો તે પણ સમગ્ર રીતે સ્પષ્ટ નથી થયું.

આવી જ રીતે અમેરિકામાં ડિસેમ્બર 2020થી લઈને જૂન 2021 સુધીમાં 687 લોકોમાં ફાઈઝર કે મોડર્નાની વેક્સિન લીધા બાદ હૃદયના સ્નાયુઓમાં સોજો આવ્યો હતો. આ તમામ લોકોની ઉંમર 30 વર્ષથી ઓછી હતી. વેક્સિન લગાવ્યાના બે સપ્તાહ બાદ વધારે યુવાનોમમાં આ પ્રકારની ફરિયાદો ઉઠી હતી. ઈઝરાયેલ અને અમેરિકામાં બાળકોને mRNA વેક્સિન આપવામાં આવી રહી છે. ભારતમાં હાલ તો ઝાયકોવ-ડીને એપ્રુવલ મળ્યું છે જે DNA વેક્સિન છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW