HomeGujaratKBCના શૉમાં બિગ બીએ શા માટે કહ્યું, ફિલ્મોમાં કામ મળતું ન હતું

KBCના શૉમાં બિગ બીએ શા માટે કહ્યું, ફિલ્મોમાં કામ મળતું ન હતું

અમિતાભ બચ્ચનના ફેમસ શૉ ‘કૌન બનેગા કરોડપતિ’ એટલે કે ‘KBC’ શરૂ થયાને 21 વર્ષ થઈ ગયા છે. વર્ષોથી, આ શો દર્શકોના દિલમાં સ્થાન બનાવી રહ્યો છે. મનોરંજનની સાથે-સાથે શિક્ષણ અને જનરલ નોલેજ પણ આપી રહ્યો છે. શૉના 21 વર્ષ પૂરા થવાના અવસર પર અમિતાભ બચ્ચનની પુત્રી અને પૌત્રી હોટસીટ પર મહેમાન તરીકે પહોંચ્યા હતા. સોની ટીવીએ આ એપિસોડનો એક નવો પ્રોમો વિડિયો શેર કર્યો હતો.

જેમાં અમિતાભ બચ્ચન KBCની સફરને યાદ કરીને ભાવુક થતા જોવા મળ્યા હતા. શો વિશે ઘણી ન સાંભળેલી વાતો પણ તેમણે જણાવી છે. અમિતાભ બચ્ચનને તેમની પુત્રીએ પૂછ્યું, ‘KBC શૉએ 1000 એપિસોડ પૂરા કર્યા છે. તમને કેવું લાગે છે?’ આ સવાલ પર અમિતાભ કહે છે: “આ શૉને વાસ્તવમાં 21 વર્ષ થઈ ગયા છે. શૉ વર્ષ 2000માં શરૂ થયો હતો. બધા કહેતા હતા કે તમે મોટા પડદાથી નાના પડદા પર જઈ રહ્યા છો. આનાથી ઈમેજને નુકસાન થશે. પણ આ વિશે મને કોઈ પ્રકારનો આઈડિયા ન હતો. પરંતુ મારા પોતાના કેટલાક સંજોગો એવા હતા કે મને લાગ્યું કે મને ફિલ્મોમાં જે કામ મળે છે તે નથી મળી રહ્યું. પ્રથમ પ્રસારણ પછી જે રીતે રિએક્શન આવ્યું. પછી એવું લાગ્યું કે આખી દુનિયા બદલાઈ ગઈ છે.” અમિતાભ બચ્ચને પણ શૉમાં કહ્યું હતું કે તે દરેક સ્પર્ધકો પાસેથી કંઈકને કંઈક શીખ્યા છે. KBCની શરૂઆતથી લઈને અત્યાર સુધીની જર્ની આ પ્રોમો વીડિયોમાં બતાવવામાં આવી હતી. આ ક્ષણ અમિતાભ માટે ભાવુક હતી. વીડિયોમાં જયા બચ્ચન પણ જોવા મળ્યા હતા. તે ખૂબ જ શાંત અને ભાવુક દેખાઈ રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW