HomeGujaratટ્રાફિક પોલીસે કેટરીનાની કારને રોકી : વિડિયો વાઈરલ

ટ્રાફિક પોલીસે કેટરીનાની કારને રોકી : વિડિયો વાઈરલ

મુંબઈ, રવિવાર

   કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નના સમાચાર હાલમાં બી-ટાઉનનો સૌથી ટ્રેન્ડિંગ વિષય છે. લોકો પુષ્ટિની રાહ જોઈ રહ્યા છે. પરંતુ કેટરીના અને વિકી બંને મુંબઈમાં સામાન્ય દિવસોની જેમ જિમ જતા જોવા મળે છે. એવું લાગે છે કે બંને તેમના લગ્ન વિશે સહેજ પણ માહિતી આપવા માંગતા નથી. પરંતુ પાપારાઝી પણ ઓછા નથી. તેઓ બંને સ્ટાર્સના દરેક સ્ટેપ પર નજર રાખી રહ્યા છે.

   આવી સ્થિતિમાં કેટરીનાના કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં તેની કારને ટ્રાફિક પોલીસ રોકતી જોઈ શકાય છે. વીડિયોમાં, એક ટ્રાફિક પોલીસ કેટરીનાની કારને રોકે છે, પછી તપાસ કરવા આગળ વધે છે. ડ્રાઇવરની સીટની નજીક આવીને, તે બારીની અંદર ડોકિયું કરે છે અને પછી ડ્રાઇવર સાથે વાત કરે છે અને તેમને આગળ વધવા દે છે. વીડિયોમાં કંઈ ખાસ નથી, પરંતુ કેટરીનાના લગ્નની ચર્ચા વચ્ચે ટ્રાફિક પોલીસની આ કામગીરી જોઈને લોકો ખૂબ એન્જોય કરી રહ્યાં છે. આ પહેલા કેટરિનાનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે ફેન્સ સાથે સેલ્ફી લેતી જોવા મળી હતી. ફેન્સના રિક્વેસ્ટ પર કેટરિનાએ ખચકાટ વગર ફેન્સ સાથે સેલ્ફી લીધી. તેમનો આ નમ્ર સ્વભાવ લોકોને પસંદ આવ્યો છે. એક યુઝરે તો તેના વખાણમાં લખ્યું હતું કે, ‘બ્યુટીફુલ હાર્ટેડ બ્રાઇડ’.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,530SubscribersSubscribe

TRENDING NOW