HomeGujaratરાજ્યમાં લાંચીયા સરકારી બાબુઓ પર એસીબીનો સપાટો : એક જ દિવસમાં 3...

રાજ્યમાં લાંચીયા સરકારી બાબુઓ પર એસીબીનો સપાટો : એક જ દિવસમાં 3 લાંચીયા બાબુઓ ઝડપાયા

અમદાવાદ,રવિવાર

   રાજ્યમાં સરકારી બાબુઓ દ્રારા સરકાર તરફથી મળતો પગાર ઉપરાંત ઉપરની મલાઈ ખાવા માટે યેનકેન પ્રકારે પ્રજાજનો પાસેથી લાંચની રકમ માંગવાના અનેક કિસ્સાઓ પ્રકાશનમાં આવ્યા છે. જેના પગલે એસીબીની ટીમ દ્રારા પણ આવા લોકો સામે લાલ આંખ કરવામાં આવી છે. જો કે સરકારી બાબુઓ એસીબીની કાર્યવાહીનો કોઈ ફરક જ પડતો ન હોય તેમ ખુલ્લેઆમ લાંચના પૈસા પડાવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં એક જ દિવસમાં એસીબીની ટીમે ત્રણ સરકારી બાબુઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. જેમાં અમદાવાદના જુના વાડજ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલે અરજીમાં નામ કાઢવા અને હેરાન નહીં કરવા માટે રૂ.80 હજાર માંગ્યા હતા, તો આણંદ જિલ્લાના તારાપુરના એમજીવીસીએલના નાયબ ઈજનેર રૂ.60 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. તો બીજી આંકલાવના નાયબ મામલતદાર પણ લાંચ લેવામાં બાકી ન રહ્યા હતા. તેઓએ એક ખેડુત પાસેથી રેકર્ડ પર હક્કી કમીની એન્ટ્રી કરવા માટે દસ હજારની લાંચ લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

અમદાવાદના જુના વાડજ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ રૂ.80 હજારની લાંચ લેતા ઝડપાયા…
   અમદાવાદમાં પોલીસ દ્રારા એનકેન પ્રકારે પૈસા પડાવવાનો કિસ્સો બંધ ન થયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે એસીબીમાં એક નાગરીકે ફરિયાદ કરી હતી કે, અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં પરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રૂપિયા 80 હજારની લાંચ માંગી રહ્યા છે. હેડ કોન્સ્ટેબલે નવા વાડજ પોલીસ ચોકીમાં આવેલી અરજીમાં તપાસના કામે હેરાન ન કરવા તથા અરજીમાંથી તેમનું નામ તપાસમાંથી કાઢી નાખવા બદલ રૂ.80 હજારની લાંચ માંગી રહ્યા છે. જેથી લાંચના પૈસા આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો છે. આ અંગેની જાણ એસીબીની ટીમને થતા એસીબીની ટીમે ફરિયાદીને જાણ કરી હતી. બાદમાં ફરીયાદી લાંચના પૈસા લઈને નવા વાડજ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ચંદનસિંહ ચૌહાણને પૈસા આપવા માટે ગયો હતો. આ દરમિયાન એસીબીની ટીમે છટકુ ગોઢવીને હેડ કોન્સ્ટેબલ ચંદનસિંહ ચૌહાણને લાંચના રૂ.80 હાજર લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

આણંદના તારાપુરના એમજીવીસીએલનાં નાયબ ઈજનેર 60 હજારની લાંચ લેતા ઝડપાયા
   આણંદ જિલ્લાના તારાપુરની એમજીવીસીએલનાં નાયબ ઈજનેર 60 હજારની લાંચ લેતા ઝડપાઇ જતા એસીબી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આણંદ જિલ્લાના વલ્લી ગામે કમળની ખેતી માટે ખેડૂતએ વીજ કનેકશનની માંગણી કરી હતી. જે અંગે તારાપુરની MGVCLની કચેરીના ડેપ્યુટી ઈજનેર ડી એમ. વસૈયાએ સ્થળ તપાસ કરી ખેતી વિષયક વીજ જોડાણ મળી શકે તેમ નથી તેવો અભિપ્રાય આપ્યો હતો. જો વીજ જોડાણ જોઈતું હોય તો બે લાખની લાંચ આપવી પડશે તેવી માંગણી કરી હતી. અંતે રકજકના અંતે લાંચની રકમ 60 હજાર નક્કી થઈ હતી અને તે માટે ખેડૂતએ આણંદ ACB નો સંપર્ક સાધતા ACB એ તારાપુરની MGVCL કચેરીમાં લાંચનાં છટકાનું આયોજન કરતા નાયબ ઈજનેર ડી એમ વસૈયા 60 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. રંગેહાથ લાંચ લેતા પકડાઈ જતા ACB પોલીસે ગુનો નોંધી નાયબ ઇજનેરની ઘરપકડ કરી હતી.

આંકલાવ નાયબ મામલતદાર 1500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
   જિલ્લાનાં આંકલાવ મામલતદાર કચેરીમાં એ.સી.બીએ લાંચનાં છટકાનું આયોજન કરી લાંચીયા નાયબ મામલતદારને 1500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો હતો. આંકલાવ મામલતદાર કચેરીમાં ઈ-ધરા વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર દિગ્વીજયસિંહ જાડેજાએ બામણગામનાં એક ખેડુત પાસેથી રેકર્ડ પર હક્કી કમીની એન્ટ્રી કરવા માટે દસ હજારની માંગણી કરી હતી. અંતે ચાર હજારમાં નક્કી કરાયું હતું. જે પૈકી બે હજાર અગાઉ આપ્યા હતા અને બાકીનાં બે હજારની લાંચની માંગણી કરી હતી. જેથી ખેડુતે આ અંગે એસીબીનો સંપર્ક કરી લાંચની માંગણી અંગેની ફરીયાદ નોંધાવતા વડોદરાની એસીબી પોલીસે આજે આંકલાવ મામલતદાર કચેરીમાં લાંચનાં છટકાનું આયોજન કર્યું હતું. જેમાં નાયબ મામલતદાર ઈધરા વિભાગનાં ટોયલેટમાં ખેડુત પાસેથી બે હજારની લાંચ લઈ તેમાંથી 500 રૂપિયા પરત આપીને 1500 રૂપિયાની લાંચ લેતા લાંચનાં છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW