રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામેલ પરિવારને આર્થિક સહાય બાબતે અનેક વખત માગણી ઉઠી હતી.જે બાદ આ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટમાં અરજી થતા કોર્ટને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. જે બાદ રાજય સરકારે મૃતકના પરિવારને 50,000ની સહાય ચુંકવવા જાહેરાત કરી પરંતુ તેની અરજી અને ચુકવણીને લઈ જે પદ્ધતિ અપનાવી તે જટિલ હોવાથી ફરી સુપ્રીમ કોર્ટને દખલગીરી કરવી પડી હતી. સુપ્રીમ કોર્ટે પ્રશ્નો ઉભા કરતા ઠરાવ પણ બદલવા પડ્યા છે. હવે રહી રહીને સરકાર જાગી હોય તેમ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવાની એફિડેવિડ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી.એફિડેવિડ થયા બાદ હવે રાજ્યમાંઓનલાઈન પોર્ટલ શરૂ થઈ ગયું છે.
આ પોર્ટલ પર નિયત કરેલા ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કર્યા બાદ અરજદારને 30 દિવસમાં સહાય ચૂકવી આપવાની જાહેરાત મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એ તૈયાર કરી છે.રાજેન્દ્ર ત્રિવેદી પોર્ટલ લોન્ચ કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા અરજદારોને સરળતાથી સહાય મળી રહે તે હેતુથી મોબાઇલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ શરૂ કરાયું છે. iora.gujarat.gov. in પોર્ટલ પર મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર અને આરોગ્ય વિભાગે નિયત કરેલ કોરોનાના કારણે મૃત્યુ થયું હોવાના આધારે જેવા કે rtpcr, રેપીડ એન્ટિજન, મોલેક્યુંલર ટેસ્ટ રિપોર્ટ, તબીબી સારવારના આધાર ફોર્મ નમ્બર 4 કે 4એ જેવા પુરાવા અપલોડ કરવાના ઉપરાંત અપલોડ કરવાના ઉપરાંત વારસદારનું સંમતિ દર્શાવતું સોગંદનામું અને બેન્ક ખાતાની ડિટેઇલ અપલોડ કરવાની રહેશે.
ફોર્મ ભરવા માટે આ લિંક પર ક્લિક કરો અને ફોર્મ ભરો… https://iora.gujarat.gov.in/Cov19_Login.aspx

