અમદાવાદ,શનિવાર
વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ત્યારે કોરોનાના નવા વેરિએન્ટે દુનિયામાં દસ્તક લઈ લીધી છે તેની ઝપેટમાં અનેક દેશો આવી ગયા છે ત્યારે કોરોનાનો આ વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ ઘાતક હોવાનું મહાઈ રહ્યું છે એવામાં અમદાવાદના એક સાથે કોરોના 30 નવા કેસ સામે આવ્યા છે, દુબઇથી અમદાવાદ આવેલા 30 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે મહત્વનું છે કે લગ્ન પ્રસંગે 550થી વધુ લોકો દુબઇ ગયા હતા જેમાંથી 30 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તમામ લોકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાનો ભોગ બનેલા લોકોમાં માટો ભાગના યુવાનોનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં પણ ઓમિક્રોને દેખા દીધી હોય તેવું લાગી રહ્યું છે. અને પરિસ્થિતિ ભારે ચિંતાજનક બનવા જઈ રહી છે. દુબઈના લગ્ન સમારંભમાં હાજરી આપી અમદાવાદ પરત ફરેલા 30 થી વધુ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.દુબઈ ખાતે યોજાયેલા લગ્ન સમારંભમાં અમદાવાદથી જુદી જુદી ફ્લાઈટો દ્વારા 550થી વધુ લોકોએ લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી. કોરોનાનો ભોગ બનેલા 30 થી વધુ લોકોમાં મોટાભાગના લોકો 16થી 26 વર્ષના હોવાનું જાણવા મળ્યું છે…જેમાં શંકાસ્પદ રીતે ઓમિક્રોનના લક્ષણો હોવાનું પણ અનુમાન છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ લગભગ 5 થી 7 લોકોને તો દુબઈમાં જ કોરોના પોઝિટિવની સારવાર શરૂ કરવામાં આવી હતી.જ્યારે બાકીના લોકો અમદાવાદ આવતા વિવિધ ખાનગી હોસ્પિટલમાં તેમજ હોમઆઈસોલેનમાં સારવાર લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનાં ઓમિક્રોન વાયરસના ભારતમાં બે કેસ નોંધાઈ ચૂક્યા હોવાથી તંત્ર દોડતું થયું છે અને સંક્રમણને ફેલાતું અટકાવવા માટે બનતા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટ પર ટેસ્ટિંગ થઈ રહ્યા છે. સ્ક્રિનિંગમાં પોઝિટિવ આવેલા લોકોના રિપોર્ટ જીનોમ સિકવનસિંગ માટે પૂણે ખાતે મોકલવામાં આવી રહ્યા છે.

