અમદાવાદ, શુક્રવાર
ડ્રગ્સની સાથે કફ સીરપના નશાનો વેપાર કરતા 3 આરોપીની SOGએ ધરપકડ કરી છે. ઉત્તરાખંડની કંપનીમાંથી કફ શિરપનો જથ્થો લાવીને ત્રણ આરોપીઓ ગેરકાયદેસર રીતે કફ સીરપનું નશો કરતા અને લોકોને વેચાણ કરતા હતા.
એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે નશીલી કફ સીરપ જથ્થો લઈ વિશાલા-નારોલ રોડ પર એક રીક્ષા પસાર થઈ રહી છે. જેના આધારે એસ. ઓ. જી વોચ ગોઠવી રીક્ષા પકડી 298 જેટલી નશીલી કફ સીરપ જથ્થો જેની 40 હજાર કિંમત સાથે આરોપી ધરપકડ કરી છે. કોડીન કફ સિરપનો ઉપયોગ નશો કરવા માટે કરતા હતાં.નોંધનીય છે કે આ પ્રકારની નશીલી દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પછી મેડીકલ સ્ટોરના સંચાલક આપતા હોય છે. પરંતુ પકડાયેલા આરોપી આરીફ સૈયદ ,ઇરફાન મીર અને સલીમ ઉર્ફે સલ્લા મીર ભેગા મળી છેલ્લા ઘણા સમયથી નશીલી કફ સીરપ હેરાફેરી કરતા હોવાનું સામે મળ્યું છે.

