HomeGujaratઓમિક્રોનએ સુરતની ચિંતા વધારી, પડી શકે છે આ મોટી મુશ્કેલી

ઓમિક્રોનએ સુરતની ચિંતા વધારી, પડી શકે છે આ મોટી મુશ્કેલી

 ગુજરાતમાં સુરત શહેર ડાયમંડ પોલીશનું હબ છે. વિશ્વમાંથી આવતા તમામ રફ ડાયમંડમાંથી લગભગ ડાયમંડ અહીં પોલીશ કરવામાં આવે છે. સાઉથ આફ્રિકા સહિતના દેશોમાંથી મોટા પ્રમાણમાં રફ ડાયમંડ સુરતમાં આવે છે. કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટનો સાઉથ આફ્રિકા સહિતના દેશોમાં ફેલાવો જોવા મળતા અહી પણ ભયનો માહોલ ઊભો થયો છે. આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસે તેવી ભીતિ સેવાઈ રહી છે. સાઉથ આફ્રિકા સહિતના દેશોમાંથી સુરતને મળતી રફ ડાયમંડની સપ્લાયને અસર થવાની શક્યતા પણ સેવાઈ રહી છે.

 આખો દેશ કોરોનાનો પ્રકોપ હળવો થતા રાહત અનુભવી રહ્યો હતો એ જ સમયમાં સાઉથ આફ્રિકા સહિત અન્ય દેશોમાં નવા વેરિયેન્ટની માહિતીએ ફરી એકવાર દુનિયાને ચિંતામાં મૂકી દીધી હતી. ટેક્સટાઈલ્સ અને ડાયમંડ સિટી સુરતની ચિંતા બમણી થઈ હતી. કારણ કે સાઉથ આફ્રિકામાંથી અહીંયા મોટા પ્રમાણમાં રફ હીરા આવે છે. સાઉથ આફ્રિકામાંથી ઓમિક્રોન વેરિયેન્ટ હવે વિશ્વભરમાં ફેલાવાનું શરૂ થતા હવે વિદેશ પ્રવાસમાં જતા મુસાફરો પણ ભયના કારણે પોતાનો પ્રવાસ કેન્સલ કરી રહ્યા છે. રફ ડાયમંડનો સૌથી વધુ સ્ટોક સુરતમાં આવતા હોય છે.

Surat diamond industry hit by coronavirus, suffers loss of Rs 600 crore in  Jan | India News,The Indian Express

સુરત સ્થિત વેપારીઓના જણાવ્યા અનુસાર, જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે તે જોતાં હાલ રફ ડાયમંડ સપ્લાય ઉપર અસર થવાની સંભાવના છે. સાઉથ આફ્રિકામાંથી પણ ખુબ મોટા પ્રમાણમાં રફ ડાયમંડ સુરતને મળતા હોય છે, જેના ઉપર પણ થોડે ઘણે અંશે બ્રેક લાગી છે. જોકે બેલ્જિયમ અને હોંગકોંગમાં હજી પણ સ્થિતિ નિયંત્રણમાં હોવાથી રફ ડાયમંડ સ્ટોક ત્યાંથી પુરતા પ્રમાણમાં મળી રહે છે, જે રીતે સાઉથ આફ્રિકામાં સ્થિતિ ઓમિક્રોનને કારણે સૌઘી બગડી છે માટે ત્યાં જવું અત્યારે હિતાવહ નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW