HomeGujaratજગદીશ ઠાકોર કોંગ્રેસના પ્રમુખ બનતાં દહેગામ તાલુકાના રાજકીય સમીકરણો બદલાશે 

જગદીશ ઠાકોર કોંગ્રેસના પ્રમુખ બનતાં દહેગામ તાલુકાના રાજકીય સમીકરણો બદલાશે 

દહેગામ,શુક્રવાર

  ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરના નામ ઉપર મંજૂરીની મહોર વાગી છે ત્યારે આવનારા દિવસોમાં રાજ્યમાં નવા જ સમીકરણો આકાર પામી શકે છે. જગદીશ ઠાકોર અને દહેગામ તાલુકાને વર્ષો જૂનો સંબંધ છે અને આજે પણ તેઓ દહેગામ તાલુકામાં લોકપ્રિય નેતા તરીકેની છાપ ધરાવે છે. તેઓએ દહેગામ તાલુકામાં લોક સંપર્કો જાળવી રાખ્યા છે અને હવે જ્યારે તેઓ કોંગ્રેસના સૂકાની બન્યા છે ત્યારે આવનારા સમયમાં દહેગામ તાલુકાના રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. જગદીશ ઠાકોર કોંગ્રેસના એક દિગ્ગજ નેતા છે અને ઓબીસી સમાજનો ચહેરો છે. તેઓ દહેગામ બેઠક ઉપરથી 2002 અને 2007માં ચૂંટાઈ આવ્યા હતા. એ સમયે કે જ્યારે ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામમો વેવ ચાલતો હતો અને તેમાં અનેક કોંગ્રેસની નેતાઓ હારી ગયા હતા ત્યારે જગદીશ ઠાકોર દહેગામ બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા.

  દહેગામ તાલુકો 2014 પહેલાં કોંગ્રેસનો ગઢ હતો પણ જગદીશ ઠાકોરે રાજીનામું આપ્યા બાદ 2014માં પાટણ લોકસભાની બેઠક ઉપર ચૂંટણી લડ્યા પછી દહેગામ તાલુકામાં કોંગ્રેસના વળતા પાણી શરૂ થયા હતા. હવે જગદીશ ઠાકોરની જાહેરાતથી દહેગામ તાલુકા કોંગ્રેસ તેમજ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો છે અને તેમના જૂના સાથીઓમા આનંદની લહેર ફરી વળી છે. છેલ્લા પાંચ વર્ષથી દહેગામ તાલુકામાં ભાજપનો દબદબો જાેવા મળી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં ભાજપના મજબૂત ગઢમાં ગાબડાં પાડવા માટે જગદીશ ઠાકોર સક્ષમ નેતા છે અને તેઓ દહેગામ તાલુકાની ભૌગોલિક સ્થિતિથી પણ સારી રીતે વાકેફ છે. 

  જગદીશ ઠાકોર 2002 અને 2007માં દહેગામ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાયા હતા. આ એ સમય હતો કે જ્યારે ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું એકચક્રી શાસન હતું. મોદી વેવમાં જગદીશ ઠાકોર પોતાના દમ ઉપર બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. દહેગામ તાલુકામાં તેઓ સર્વ સમાજમાં લોકપ્રિય નેતા તરીકેની છાપ ધરાવતા હતા. 2014માં પાટણ લોકસભાની બેઠક ઉપરથી ચૂંટણી લડવા જતાં તેમણે રાજીનામું આપ્યું હતું. તેઓએ દહેગામ છોડ્યું અને કોંગ્રેસના વળતા પાણીની શરૂઆત થઈ હતી. દહેગામ તાલુકામાં કોંગ્રેસનો કોઈ મોટા ગજાનો નેતા ન હોવાથી ભાજપે ગાબડાં પાડ્યાં હતાં અને એક સમયે દહેગામ તાલુકો કોંગ્રેસનો મજબૂત ગઢ કહેવાતો હતો તે પાંચ વર્ષથી ભાજપે કબજે કર્યો છે. જાે કે, હવે જગદીશ ઠાકોરે ધમાકેદાર વાપસી કરી છે અને તે જાેતા આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં દહેગામ તાલુકાના રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. દહેગામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં એકહથ્થુ શાસન ભોગવતા ભાજપ સામે આગામી દિવસોમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે.

  જગદીશ ઠાકોર બોલે છે ઓછું પણ કામ સારી રીતે કરી જાણે છે, વિરોધી પાર્ટીઓ ઉપર કેવી વ્યૂહરચના કરવી તે તેઓ સારી રીતે જાણી શકે છે. જગદીશ ઠાકોરના નામની જાહેરાત થતાં જ દહેગામ તાલુકા કોંગ્રેસમાં દિવાળી જેવો માહોલ જાેવા મળ્યો હતો. જગદીશ ઠાકોરના સમર્થકોએ જાહેરાતને વધાવી લીધી હતી અને એકબીજાનું મોં મીઠું પણ કરાવ્યું હતું. આવનારા દિવસોમાં દહેગામ તાલુકામાં કોંગ્રેસ ફરીથી ભાજપને મજબૂત ટક્કર આપશે તેમાં બેમત નથી. દહેગામ તાલુકાના ભાજપના કેટલાક નેતાઓને પણ અંદરખાને ડર હતો કે, ક્યાંક જગદીશ ઠાકોર કોંગ્રેસના પ્રમુખ બનશે તો દહેગામ તાલુકામાં સમીકરણો બદલાઈ શકે છે તે ડર સાચો પડ્યો છે. આવનારા દિવસોમાં દહેગામ તાલુકામાંથી ભાજપના સૂપડાં સાફ કરવા માટે જગદીશ ઠાકોર સજ્જ બનશે તેમાં બેમત નથી. 2002 અને 2007 દરમિયાન દહેગામ તાલુકાના ધારાસભ્ય રહેવાના નાતે તેઓ તાલુકાની તમામ ભૌગોલિક સ્થિતિથી સારી રીતે વાકેફ છે અને માત્ર ઓબીસી જ નહી પણ અન્ય સમાજાેમાં પણ તેઓ લોકપ્રિયતા ધરાવતા નેતા છે. સામાન્ય માણસમાં પણ તેઓ લોકપ્રિય છે અને એ લોકપ્રિયતા આગામી દિવસોમાં કોંગ્રેસને દહેગામ તાલુકામાં ફરીથી મજબૂત કરી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW