LRD પરીક્ષા માટે તૈયારી કરી રહેલાં રાજ્યના વિદ્યાર્થીઓ માટે મહત્વપુર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભરતી બોર્ડ તરફથી ભરૂચ, વાવ અને સુરત ખાતે યોજવામાં આવેલી શારીરિક પરીક્ષા મોકૂફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદને કારણે આ ભરતી પરીક્ષા મોકૂફ રાખવાનું નક્કી કરાયું છે. આવ્યો છે. હવે પછી આ સ્થળો પર શારીરિક પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.
એડિશનલ ડીજીપી હસમુખ પટેલે ટ્વિવટર પર આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.3.12.2021 અને તા.4.12.2021 ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે.

