HomeGujaratરાજ્યના 4 શહેરોની 8 TP સ્કીમને એક જ દિવસમાં મંજૂરી

રાજ્યના 4 શહેરોની 8 TP સ્કીમને એક જ દિવસમાં મંજૂરી

   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરી વિકાસને ગતિ આપવા ચાર શહેરોની કુલ આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી 7 ડ્રાફટ સ્કીમોમાં અમદાવાદના નરોડામાં ટી.પી. સ્કીમ નં. 124-એ,બી,સી,ડી, અને સાંતેજમાં ટી.પી. સ્કીમ નં.153, રાજકોટની વાવડીમાં ટી.પી. સ્કીમ નં.25 તેમજ ભાવનગરના સીદસરમાં ટી.પી. સ્કીમ નં.28નો સમાવેશ થાય છે. અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની આ 7 ડ્રાફટ ટી.પી. સ્કીમો મંજૂર થવાથી કુલ 72.34 હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ ઉપરાંત પાટણ વિસ્તારની 1 પ્રિલીમીનરી સ્કીમને પણ મંજુરી આપવામાં આવી છે. જેનાથી કુલ 13.97 હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આમ, રાજ્યના કુલ 4 શહેરોની 8 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થવાથી સમગ્રતયા 86.31 હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે આ 8 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થતા સંપ્રાપ્ત જમીન પર સંબંધિત સત્તામંડળ જાહેર સુવિધા અને વિકાસ કામો કરી શકશે. આ ચાર શહેરોમાં સંપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાંણ, ખૂલ્લી જગ્યા, બાગ – બગીચાનું નિર્માણ થઇ શકશે તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. ચાર શહેરોની કુલ 8 ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર થતા રાજ્યના નગરોના સુગ્રથિત અને સુઆયોજીત ઝડપી વિકાસની નેમ સાકાર થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW