HomeGujaratસમુદ્રમાં ગાયબ થયેલા માછીમારો અંગે મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર સાથે વાત કરી, મુખ્ય...

સમુદ્રમાં ગાયબ થયેલા માછીમારો અંગે મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર સાથે વાત કરી, મુખ્ય સચિવ પંકજકુમારને પરિસ્થતિ પર નજર

ગાંધીનગર, ગુરૂવાર

  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથના નવાબંદર પર વાવાઝોડા અને વરસાદને કારણે માછીમારી માટેની પાંચ બોટમાં રહેલા 14 જેટલા ખલાસી માછીમારો પૈકીના 8 જેટલા વ્યક્તિઓના સમુદ્રમાં ગુમ થઈ જવાની ઘટના અંગે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને બચાવ રાહત માટેના તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી.

  મુખ્યમંત્રીની આ સૂચનાને પગલે કોસ્ટગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટગાર્ડની બોટ્સ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુધ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજકુમારને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી છે. (તસવીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW