HomeGujaratગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને લઇ મોટા સમાચાર

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને લઇ મોટા સમાચાર

ગાંધીનગર,ગુરુવાર

  રાજ્યમાં છેલ્લાં કેટલાંય સમયથી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઇને લોકો આતુર થઇ રહ્યાં છે. તેમજ ખુદ કોંગ્રેસ પણ હાલમાં અસમંજસની સ્થિતિમાં મૂકાઇ ગઇ છે. એવામાં રાજ્યમાં હવે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની રેસમાં એક નવું જ નામ સામે આવ્યું છે. દિપક બાબરિયાનું નામ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. સાથે તમને જણાવી દઇએ કે, રાહુલ ગાંધીની ઓફિસમાંથી પણ બે લોકો દિપક બાબરિયાને પોતાનું ખુલ્લું સમર્થન આપી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

  ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતા કોણ હશે તેની રાહ જોવાઈ રહી છે. જોકે હવે આતૂરતાનો અંત આવી શકે છે. ટૂંક સમયમાં જ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાની જાહેરાત થઈ શકે છે. દિપક બાબરીયાના નામ સામે એક મોટું જુથ વિરોધમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે હાઈકમાડ કેવો નિર્ણય કરે છે તેના પર સૌની નજરે રહેલી છે. મહત્વનું છે કે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાનું નામ જાહેર થઈ શકે છે.

  સમગ્ર ગુજરાતની નજર નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર મંડાયેલી છે. છેલ્લા 15 દિવસથી ટૂંક સમયમાં મળશે નવા પ્રમુખની વાત પણ હવે જૂની થઇ ગઈ છે. ત્યારે વધુ એક વખત ટૂંક સમય પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે તેવા અહેવાલો મળી રહ્યા છે ગઈ કાલે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી તો દિપક બાબરિયાએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે પણ મુલાકાતોનો દોર શરુ કરતા નવા પ્રદેશ પ્રમુખ તરીકે દીપક બાબરીયાનું નામ ફાયનલ હોવાનું મનાઈ રહ્યું છે. પ્રદેશ પ્રમુખ પદે શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોર તથા વિપક્ષી નેતા પદે અશ્વિન કોટવાલ કે આનંદ ચૌધરીની નિમણૂંક થાય એવી શક્યતા જણાઇ રહી છે. સાથે સાથે ચાર કે પાંચ એક્ટિંગ પાર્ટી પ્રેસીડેન્ટની વધારાની નિમણૂંક પણ થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW