HomeGujaratહવે દુષ્કર્મીઓની ખેર નથી : 3 બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 14...

હવે દુષ્કર્મીઓની ખેર નથી : 3 બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 14 દિવસમાં આજીવન કેદની સજા 

ગાંધીનગર, બુધવાર

    રાજ્યમાં મહિલાઓ સામે અપરાધ કરનારા નરાધમો સામે હવે કાયદાનો કડક કોરડો વિંઝાઈ રહ્યો છે. અગાઉ સુરતમાં પણ નરાધમને ગણતરીના દિવસોમાં આજીવન કેદની સજા ફટકારાઈ હતી અને હવે ગાંધીનગરમાં પણ ત્રણ ત્રણ બાળાઓ ઉપર દૂષ્કર્મ આચરનાર નરાધમને આજીવન કેદની સજા કરાઈ છે. ક્રૂરતાની પરાકાષ્ઠા વટાવતાં આરોપીએ એક બાળાની હત્યા કરી નાખી હતી અને હત્યા કર્યા બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે માત્ર 14 દિવસમાં ફેંસલો કરીને આરોપીને આજીવન કેદની સજા કરી છે. સમાજમાં કડક સંદેશ જાય અને મહિલાઓને મનોરંજનનું રમકડું સમજનારા આરોપીઓને કાયદાનો ડર લાગે તે દિશામાં હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે વર્તમાન સમયની માંગ છે. 

   દિવાળી આસપાસ ગાંધીનગરના સાંતેજ આસપાસ ત્રણ બાળકીઓ ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી હતી અને તેમાં એક 3 વર્ષીય બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, આરોપીએ બાળાની ગળું દબાવી હત્યા કર્યા બાદ તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્રણ ત્રણ માસૂમ બાળાઓને હવસનો શિકાર બનાવવામાં આવતાં જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે જુદા જુદા 70થી વધારે સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા અને 60 જેટલા સાક્ષીઓની જુબાની લીધી હતી. આખરે પોલીસને આરોપીનો પત્તો મળી ગયો હતો. આરોપી પોતે પરિણીત હતો પરંતુ દારૂ પીતો હતો અને પોર્ન વીડિયો જાેવાનો પણ શોખીન હતો. આરોપીએ પાંચ વર્ષની બાળાનું અપહરણ કર્યું હતું અને પછી તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ત્રણ વર્ષની બાળાનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી હતી અને બાદમાં તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ સિવાય આ વિસ્તારમાં આરોપીએ 7 વર્ષની બાળાને પણ પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપી છૂટક મજૂરી કરતો હતો અને દારૂ પીવાનો શોખીન હતો અને પોર્ન વીડિયો જાેઈને બાળકીઓને શિકાર બનાવતો હતો. પોલીસે તમામ પુરાવા એકઠા કર્યા હતા અને કેસ ફાસ્ટટ્રેક ઉપર ચાલવા મૂકાયો હતો અને માત્ર 14 દિવસમાં કેસનો ફેંસલો આવી ગયો હતો. ગાંધીનગર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW