HomeGujaratસ્મિતની સ્ટ્રગલને સલામ : પિતા તથા માસીના મૃત્યુ અને પ્રેકટિસ પણ છૂટી,...

સ્મિતની સ્ટ્રગલને સલામ : પિતા તથા માસીના મૃત્યુ અને પ્રેકટિસ પણ છૂટી, છતા કરાટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં આ ટેણીયાએ બબ્બે મેડલ મેળવ્યા

અમદાવાદ, બુધવાર

  સુરેન્દ્રનગરમાં રહેતો અને ધો.7માં અભ્યાસ કરતો સ્મિત ભાવેશભાઈ પટેલ નામનો 13 વર્ષનો ટેણીયો તાજેતરમાં સોમનાથ ખાતે યોજાયેલી નેશનલ કરાટે ચેમ્પીયનશીપમાં સિલ્વર અને બ્રોન્ઝ એમ બબ્બે મેડલ લઇ આવ્યો છે. જો કે તેની આ સિદ્ધિ કરતા પણ જે સંઘર્ષમાં તેણે આ જીત હાંસલ કરી છે તે કાબિલે તારીફ છે. સુમિતના પિતા અને સગા માસીનું અવસાન થયું હોવાથી તેનો આઘાત વચ્ચે પ્રેક્ટિસ પણ છૂટી ગઇ હોવા છતાં સ્મિતે આ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.

   સોમનાથ ખાતે સાગર દર્શન હોલમાં ગત તા.26/27 અને 28 નવેમ્બરના રોજ આયોજિત 23મી નેશનલ કરાટે ચૅમ્પિયનશિપ કોમ્પિટિશનમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, અરુણાચલ પ્રદેશ આસામ, પશ્ચિમ બંગાળ, કેરાલા, કર્ણાટક અને ગોવા સહિતના જુદા-જુદા રાજયોમાંથી લગભગ 400 જેટલા છાત્રોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લઈને સુરેન્દ્રનગરના સ્મિત ભાવેશભાઇ પટેલે કરાટા ફાઇટમાં બીજો ક્રમ અને કરાટે કાંટામાં ત્રીજો નંબર મેળવીને અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ હાંસિલ કર્યા છે.

   મૂળ કપડવંજ તાલુકાના ભોજાના મુવાડા ગામના વતની અને હાલમાં સુરેન્દ્રનગર ખાતે રહેતા અને શ્રી દર્શન વિદ્યાલયમાં ધો. 7માં અભ્યાસ કરતા 13 વર્ષના સ્મિતના પિતા ભાવેશ ગોવિંદભાઈ પટેલ 2017થી કેન્સરથી પીડાતા હતા. તેમનું ગત તા. 7 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ થયું હતુ. આથી સ્મિતની પ્રેક્ટિસ તદ્દન છૂટી ગઈ હતી. લગભગ ત્રણ મહિના સુધી તેની કરાટેની પ્રેક્ટિસ છૂટી ગઈ હતી ત્યારબાદ તેણે 15 દિવસની તાલીમ લીધી ત્યાં સ્મિતના સગા માસીનું અવસાન થયું. હાથી કોમ્પિટિશનના છેલ્લા ત્રણ દિવસ ફરીથી સ્મિત પ્રેક્ટિસથી વંચિત રહ્યો હતો. આમ છતાં તેની માતાએ તેને સોમનાથ ખાતે કોમ્પિટિશનમાં મોકલ્યો. કારણકે, સ્મિતનું મન અન્યત્ર પરોવાય તો એ પિતાના મૃત્યુના આઘાતમાંથી બહાર આવી શકે એવા વિચાર સાથે તેને સોમનાથ મોકલ્યો હતો. સ્મિતની માતા વનીતાબેન ભાવેશભાઈ પટેલ કહે છે કે, મને તો આશા જ નહોતી કે સ્મિત નંબર લઈ આવશે. સ્મિતે જે કંઈ મેળવ્યું છે, તે તેણે પોતાની જાતે સ્ટ્રગલ કરીને જ મેળવ્યું છે.

સ્મિત પટેલની ઝળહળતી સિદ્ધિ : 13 વર્ષમાં 7 મેડલ
(1) 31 ડીસેમ્બર 2017માં સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કરાટે ચેમ્પીયનશીપ 2017માં બ્રોન્ઝમેડલ.
(2) તા. 6 જાન્યુઆરી 2019ના રોજ સૌરાષ્ટ્ર ડિસ્ટ્રિક્ટ કરાટે ચેમ્પીયનશીપ 2019માં બ્રોન્ઝમેડલ.
(3) 12 જાન્યુઆરી 2020 ના રોજ યોજાયેલી સૌરાષ્ટ્ર ડિસ્ટ્રિક્ટ કરાટે ચેમ્પીયનશીપ 2020માં બ્રોન્ઝમેડલ.
(4) તા. 9/10 માર્ચ 2019ના રોજ દ્વારકામાં યોજાયેલી ગુજરાત વાડોકાઈ કરાટે ચેમ્પીયનશીપ 2019માં સિલ્વર મેડલ.
(5) તા.3 ડિસેમ્બર 2019ના રોજ સુરેન્દ્રનગરમાં યોજાયેલી ડિસ્ટ્રિક્ટ કરાટે ચેમ્પીયનશીપ 2019માં બ્રોન્ઝમેડલ.
(6) તા.14ય/15 માર્ચ 2020ના રોજ અમદાવાદમાં યોજાયેલી ગુજરાત વાડોકાઈ કરાટે ચેમ્પીયનશીપ 2020માં સિલ્વર મેડલ.
(7) તાજેતરમાં 26 નવેમ્બર 2021 ના રોજ સોમનાથ ખાતે યોજાયેલી નેશનલ કરાટે ચૅમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW