HomeGujaratરાજ્યમાં ફરી માવઠાના એંધાણ,ખેડૂતોની ચિંતા વધી

રાજ્યમાં ફરી માવઠાના એંધાણ,ખેડૂતોની ચિંતા વધી

ગુજરાત રાજ્યનાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના ઘણાં વિસ્તારોમાં તા. 30 નવેમ્બરથી બીજી ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સતત વરસાદ બાદ ઘણાં ખેડૂતો માંડ ઉભા થઈ રહ્યા છે ત્યારે કમોસમી વરસાદની આગાહી તેમને ફરી એકવાર ચિંતામાં મૂક્યા છે.

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. વસ્ત્રાપુર, બોડકદેવ અને બોપલમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં. બોપલ, પ્રહલાદનગર, ગોતા, શિવરંજની, શ્યામલ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. તો જીવરાજ અને વેજલપુર સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. વરસાદી ઝાપટાને લીધે વાતાવરણમાં ઠંડક વધી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર્, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની પૂરી સંભાવના છે. તા. 1 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. એટલું જ નહીં, રાજ્યમાં 40 થી 60 કિલોમીટરની ગતિએ પવન પણ ફૂંકાવા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તા.1 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે. જેના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW