HomeGujaratદીકરી ભગાડી જવાના મુદ્દે કુટુંબી વચ્ચે તકરાર, યુવાનને છરીના મારી દેતા મોત

દીકરી ભગાડી જવાના મુદ્દે કુટુંબી વચ્ચે તકરાર, યુવાનને છરીના મારી દેતા મોત

મોરબી નજીક આવેલા વાંકાનેરના પંચાસીયા ગામે દીકરી ભગાડી જવાની વાતો કરતા કુટુંબીઓ વચ્ચે માથાકુટ થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. જે મામલો હવે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મારમારીમાં સાત જેટલા લોકોને ઈજા પહોંચી છે. યુવાનનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી દીધી છે.

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે રહેતા જેતીબેન વલ્લભભાઈ કોઢીયા (ઉ.50) એ તાલુકા પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, તેના ગામનો બાલુભાઈ લાભુભાઈ કોઢીયા દીકરી ભગાડી જવી છે એવી વારંવાર વાત કરતો હતો. આ બાબતે બાલુભાઈ લાભુભાઈ તથા દિયર બાબુભાઈ નરશીભાઈને એકાએક બોલાચાલી થઈ હતી. જેમાં જેતીબેનના પતિ વલ્લભભાઈ એ વચ્ચે પડી માથાકુટ ન કરવા સમજાવતા બાલુભાઈ લાભુભાઈ કોઢીયાને માઠું લાગ્યું હતું. પછી વલ્લભભાઈને ગાળો આપતા ફરિયાદી જેતીબેનએ આવું ન બોલવા માટે કહ્યું હતું. બાલુભાઈ પાસે રહેલી કુહાડીથી ફરિયાદી જેતીબેનને ડાબા ખંભામાં ઘા મારી દેતા ઈજાગ્રસ્ત થયા હતા. પછી મહિલા નીચે પડી જતા તેનો દીકરો રાજુ વચ્ચે પડતા અને બાલુભાઈને પડકી લેતા કુહાડી નીચે પડી ગઈ હતી. આ દરમિયાન બાલુભાઈએ પોતાના પાસે રહેલી છરીથી રાજુને બે ત્રણ ઘા પડખામાં મારી દીધા હતા. દિયર બાબુભાઈને મારીને આરોપી દુધીબેન લાભુભાઈએ રાજુની પત્ની રસીલાબેનને લાકડી વડે માર માર્યો હતો.

લાભુભાઈએ ફરિયાદી જેતીબેનને લાકડી વડે માથામાં એક ઘા મારીને તેના દીકરા સંજયને માર માર્યો હતો. જે બનાવમાં રાજુ વલ્લભભાઈ કોઢીયા (ઉ.26) નું નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત ફરિયાદી જેતીબેન, તેનો દીકરો સંજય અને મરણજનાર રાજુભાઈની પત્ની રસીલાબેનને સારવાર વાંકાનેર ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત વલ્લભભાઈ, દિયર બાબુભાઈ અને ભત્રીજા હરેશને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW